હજ હાઉસ બાદ હવે યૂપીના શૌચાલય પર ભગવો રંગ કરવામાં આવી રહ્યો છે. ઈટાવાની ગ્રામ પંચાયતમાં ભગવા શૌચાલયની તસવીરો સામે આવી છે. આ શૌચાલય સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવામાં આવી રહ્યા છે.
ઈટાવાના અમૃતપુર ગામમાં લોકોએ 100 જેટલા શૌચાલય પર ભગવો રંગ કર્યો છે, આના માટે કોઈ ગ્રામજનને સમસ્યા નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અહીં બગવો રંગ જોઈ સીએમ ખુશ થશે અને વિસ્તારમાં વિકાસના કાર્યો સારા થશે.
સ્થાનીક લોકોના જણાવ્યા અનુસાર, શૌચાલયને ભગવો રંગ કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે, જેનો કોઈને વિરોધ નથી.
ઉલ્લેખનીય છે કે, 5 જાન્યુઆરીએ વિધાનસભા નજીક હજ હાઉસની દિવાલોને ભગવા રંગથી રંગવામાં આવી હતી.
વિવાદ વધવાથી યૂપી રાજ્ય હજ કમિટીના સેક્રેટરી આરપી સિંહે આના માટે કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણીવી દીધો હતો. તેમણે કહ્યું કે, કોન્ટ્રાકટરે કહ્યું તે રંગ ન કર્યો આને ઘાટો કલર કરી દીધો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર