અહીં વેચાય છે 2 પૈસે કિલો બટાકા, ખેડૂતો રસ્તાઓ પર ફેંકવા મજબૂર

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 14, 2017, 10:28 AM IST
અહીં વેચાય છે 2 પૈસે કિલો બટાકા, ખેડૂતો રસ્તાઓ પર ફેંકવા મજબૂર

  • Share this:
પંજાબ અને હરિયાણાના નવા બટાકા બજારમાં આવ્યાં પછી કોલ્ડ સ્ટોરેજમાં મુકાયેલ બટાકાને ખરીદનાર કોઈ મળી નથી રહ્યું. 50 કિલો બટાકાની કિંમત 10 રૂપિયા છે એટલે બે પૈસામાં એક કિલો બટાકા મળી રહ્યાં છે. એ જ કારણ છે કે આગરામાં ખેડૂતોએ સેંકડો ટન બટાકાને રસ્તા પર ફેંકી દીધા હતાં.

હકિકતમાં અત્યારે બજારોમાં ત્રણ પ્રકારના જૂના બટાકાઓ મળી રહ્યાં છે. કિર્રી બટાકાની કિંમત એક પેકેટ (50 કિલો) 10 રૂપિયા છે. જ્યાં બીજા નંબરના બટાકા ગુલ્લા 30-40 રૂપિયે પેકેટ મળી રહ્યાં છે. જો કે કોટિના બટાકા 150-300 રૂપિયે પેકેટ વેચાય છે. આની પર ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. પ્રતિ પેકેટ ખર્ચની વાત કરીએ તો લગભગ 900 રૂપિયા પડે છે. એ જ કારણ છે કે બુધવારે ખંદોલી આબિદગઢ, પૂરા ગોવર્ધન જેવા ગામોના ખેડૂતોએ બટાકા રસ્તા પર ફેંકી દીધા હતાં.

કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે પણ 70 લાખ પેકેટ છે જેમાં નિકાસીની સમય મર્યાદા નવેમ્બરમાં જ પુરૂ થઈ ગઈ છે. કોલ્ડ સ્ટોરેજ માલિકોએ ડિસેમ્બર સુધી બટાકા નીકાળવાનો સમય આપ્યો હતો. તે પછી કોલ્ડ સ્ટોરેજ સાફ સફાઈ અને રિપેરીંગ માટે બંધ થઈ જશે. તેવી પરિસ્થિતિમાં 30-40 લાખ પેકેટ બટાકા ફેંકવા પડશે.

એક ખેડૂતે જણાવ્યું કે તેઓ બટાકા લઈને બજારમાં ગયા હતાં પરંતુ ત્યાં કોઈ ખરીદનાર જ ન મળ્યાં. 10 રૂપિયા પેકેટ કિંમતોમાં લેવા કરતાં તો તેને ફેંકી દેવા સારા.

નોંધનીય છે કે સરકારે બટાકાનું સમર્થન મૂલ્ય 487 રૂપિયા ઘોષિત કરી હતી. આ કિંમત ખર્ચ કરતાં પણ ઓછી છે. પરંતુ ખેડૂતો કહે છે કે બટાકાની ખરીદી સમર્થન મૂલ્ય પર પણ થઈ જાય તો પણ નુકશાન ઓછું થાય.
First published: December 14, 2017, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading