UPમાં SP-BSP ગઠબંધને કોંગ્રેસને ઓફર કરી લોકસભાની 9 સીટો

News18 Gujarati
Updated: March 5, 2019, 7:40 AM IST
UPમાં SP-BSP ગઠબંધને કોંગ્રેસને ઓફર કરી લોકસભાની 9 સીટો
UPમાં SP-BSP ગઠબંધને કોંગ્રેસને ઓફર કરી લોકસભાની 9 સીટો

યૂપીમાં કોંગ્રેસના ધીમા થયેલા પ્રચાર અભિયાન પાછળ આ પણ એક કારણ છે

  • Share this:
કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધન વચ્ચે ઉત્તર પ્રદેશમાં બેક ચેનલ વાત થઈ હતી. કોંગ્રેસને ગઠબંધને 9 સીટો ઓફર કરી છે. જેમાં 2 સીટો અમેઠી અને રાયબરેલી પણ છે. યૂપીમાં કોંગ્રેસના ધીમા થયેલા પ્રચાર અભિયાન પાછળ આ પણ એક કારણ છે. પ્રિયંકા ગાંધી 20 દિવસ પહેલા લખનઉ આવ્યા હતા. આ પછી ચૂંટણી પ્રચાર કર્યો નથી. શહીદ પરિવારને મળવા પશ્ચિમી ઉત્તર પ્રદેશ ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાલ યૂપીથી દૂર છે.

એર સ્ટ્રાઇક પછી બદલાયેલી પરિસ્થિતિઓમાં વિપક્ષને એક રાખવાના પ્રયત્નમાં આ નવી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તરના બે મોટા નેતા યૂપીમાં વિપક્ષને એકજુટ રાખવા માટે કોંગ્રેસ અને સપા-બસપા સાથે વાત કરી હતી.

પ્રિયંકા ગાંધી 8 માર્ચની આસપાસ યૂપીમાં બીજો રાઉન્ડ શરુ કરી શકે છે. અંતિમ નિર્ણય થોડો દિવસોમાં લેવામાં આવી તેવી સંભાવના છે. પ્રિયકાંના કારણે જ 2017માં વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર દ્વારા ઉત્તર પ્રદેશમાં સપા સાથે ગઠબંધન કર્યું હતું. અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ નવા પ્રકારે ગઠબંધન કરવાનો પ્રયત્ન કરશે.

આ પણ વાંચો - એર સ્ટ્રાઇક પર સિદ્ધુનો સવાલ, 300 આતંકવાદી માર્યા કે ઝાડ ઉજાડ્યા?

રાહુલ ગાંધી દ્વારા ગઠબંધન મામલા માટે બનાવેલી એકે એન્ટોનીની કમિટી બધા રાજ્યોમાં ગઠબંધનની સંભાવનાને નવી રીતથી જોઈ રહી છે. દિલ્હીમાં આ જ ક્રમમાં આપ સાથે ગઠબંધનના વિકલ્પ પર ચર્ચા થઈ રહી છે. ઝારખંડ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, બિહારમાં ગઠબંધનની વાત અંતિમ રાઉન્ડમાં છે. આગામી બે સપ્તાહમાં કોંગ્રેસ બધા રાજ્યોમાં તસવીર સ્પષ્ટ કરી દેશે.

રિપોર્ટ - અરુણ કુમાર સિંહ
First published: March 4, 2019, 7:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading