અમેરિકાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારત યાત્રામાં સાવધાની રાખવા જણાવ્યું

News18 Gujarati
Updated: January 11, 2018, 11:58 AM IST
અમેરિકાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારત યાત્રામાં સાવધાની રાખવા જણાવ્યું

  • Share this:
અમેરિકાએ પોતાની નવી ટ્રાવેલ એડવાઈસરી જાહેર કરી છે. આમાં તેણે પોતાના નાગરિકોને ભારત યાત્રામાં સાવધાની રાખવાનું કહ્યું છે. જ્યારે પાકિસ્તાનની યાત્રા માટે ફરીથ વિચારવાની સલાહ આપી છે.

અમેરિકાએ ભારતને લેવલ-2 અને પાકિસ્તાનને લેવલ-3 પર રાખ્યુ છે. આમાં બધા દેશોના નામ છે . અમેરિકાએ પહેલીવાર ટ્રાવેલ એડવાઈઝરીનો આધાર બદલી દીધો છે. આવુ કરવાની પાછળ અમેરિકાના નાગરિકો સુરક્ષાથી યાત્રા કરી શકે તેવો હેતુ છે.

ભારતમાં વધી રહ્યા છે રેપના કિસ્સા

ભારતમાં લેવલ-2 પર રાખવા પાછળ અમેરિકી વિદેશ મંત્રાલયે અપરાધ અને આતંકવાદને કારણ ગણાવ્યું છે. આ કારણ તેણે ભારત જનારા પોતાના નાગરિકોને ત્યાંની મુસાફરીમા સાવધાની રાખવાનુ કહ્યુ છે. અમેરિકન્સને કહેવામાં આવ્યું છે કે, તેઓ જમ્મુ-કાશ્મીરમાં મુસાફરી ન કરે. લદ્દાખ અને લેહને પણ તેનાથી અલગ રખાયુ છે. અમેરિકન નાગરિકોને ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિલોમીટર ક્ષેત્રથી દૂર રહેવાનું કહેવાયું છે. આશંકા વ્યક્ત કરાઈ છે કે, બોર્ડર નજીક બંને દેશોની સેનાઓ વચ્ચે હંમેશા અથડામણ થતી રહે છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે, જોકે, તેમણે દરેક દેશો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, પરંતુ આ દેશોમાં અલગ અલગ જગ્યાઓ પર આ એડવાઈઝરીના લેવલમાં બદલાવ પણ હોઈ શકે છે. નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ભારતીય અધિકારીઓની રિપોર્ટ અનુસાર, દેશમા રેપની ઘટનાઓ વધી રહી છે. ટુરિસ્ટ સાઈટ્સ અને અન્ય લોકેશન્સ પર સેક્સ્યુઅલ હુમલા જેવી ઘટનાઓ થઈ છે. તો પૂર્વોત્તર ભારતમાં આતંકવાદી અને સશસ્ત્ર ગ્રૂપ સક્રિય છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.

પાકિસ્તાન પર ખાસ શિખામણ
પાકિસ્તાન માટે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આતંકવાદથી પ્રભાવિત દેશ છે તેથી ત્યાં જવા માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમણે તે પણ કહ્યું કે તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ન જાય કારણ કે ત્યાં હંમેશા અથડામણ થતી રહે છે.
First published: January 11, 2018
વધુ વાંચો
अगली ख़बर