રશિયાએ કહ્યું - અમેરિકાની ધમકીનું દબાણ નથી, ભારત સાથે જલ્દી કરીશું અન્ય ડિફેન્સ ડિલ

News18 Gujarati
Updated: October 11, 2018, 10:12 PM IST
રશિયાએ કહ્યું - અમેરિકાની ધમકીનું દબાણ નથી, ભારત સાથે જલ્દી કરીશું અન્ય ડિફેન્સ ડિલ
ભારતમાં રશિયાના રાજદૂત નિકોલઈ કુદાશેવે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને રશિયામાં રક્ષા સમજુતીમાં અમેરિકી પ્રતિબંધ વિઘ્નરુપ બનશે નહીં

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલઈ કુદાશેવે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને રશિયામાં રક્ષા સમજુતીમાં અમેરિકી પ્રતિબંધ વિઘ્નરુપ બનશે નહીં

  • Share this:
ભારતમાં રશિયાના રાજદૂત નિકોલઈ કુદાશેવે ગુરુવારે કહ્યું હતું કે ભારત અને રશિયામાં રક્ષા સમજુતીમાં અમેરિકી પ્રતિબંધ વિઘ્નરુપ બનશે નહીં. તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા ફાસ્ટ ઝડપ વાળા નાના યુદ્ધપોત અને કલાશ્નિકોવ રાઇફલ ઉપર પણ જલ્દી સમજુતી હસ્તાક્ષર કરી શકે છે.

નિકોલઈએ કહ્યું હતું કે S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી સમજુતીને ભારત-રશિયાના સમજુતીના ઇતિહાસમાં સૌથી મોટી સમજુતી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ચાર અને પાંચ ઓક્ટોબરે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યાત્રા દરમિયાન સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રશિયાના રાજદૂતે દિલ્હીમાં પત્રકારોના ખાસ સમુહને કહ્યું હતું કે આવનાર મહિનામાં તમે વધારે સમજુતીની આશા કરી શકો છો. આ સામાન્ય પ્રક્રિયા છે. અમને આશા છે કે ત્રણ મહિનાની અંદર અમે ફાસ્ટ ઝડપવાળા નાના યુદ્ધપોતો પર સમજુતી કરી શકીએ છીએ. આ સિવાય જલ્દી કલાશ્નિકોવ રાઇફલ ઉપર પણ સમજુતી કરી શકીએ છીએ.

રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા દરમિયાન S-400 મિસાઇલ રક્ષા પ્રણાલી સમજુતીને ખાસ મહત્વ નહીં આપવા વિશે પુછતા કુદાશેવે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધો છે અને તેમાં સેન્ય અને ટેકનિક ભાગ મહત્વપૂર્ણ છે. રશિયાના રાજદૂતે સીએએટીએસએની ટિકા કરતા કહ્યું હતું કે આ રાજનીતિક દબાણ અને અનુચિત પ્રતિસ્પર્ધાનું એક યંત્ર છે.

રશિયાના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતને જલ્દી એ વાતની જાણ થઈ જશે કે રશિયા સાથે થયેલો પાંચ અબજ ડોલરનો સોદા પર દંડાત્મક સીએએટીએસએ લાગુ થાય છે કે નહીં.
First published: October 11, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading