જેરૂસલેમ મામલે ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાએ કહ્યું ,'આ દિવસ યાદ રહેશે'

Network18 | News18 Gujarati
Updated: December 22, 2017, 9:28 AM IST
જેરૂસલેમ મામલે ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાએ કહ્યું ,'આ દિવસ યાદ રહેશે'
Network18 | News18 Gujarati
Updated: December 22, 2017, 9:28 AM IST
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જેરૂસલેમ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. આ પ્રસ્તાવના સમર્થનમાં ભારત સહિત 128 દેશોએ વોટ કર્યો છે. જ્યારે ટ્રમ્પના સમર્થનમાં 9 દેશોએ વોટ કર્યો છે. 35 દેશોએ મતદાન નથી કર્યું અને 21 અનુપસ્થિત રહ્યાં. પ્રસ્તાવના પાસ થયાં પછી હવે અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડશે.

વોટિંગ પછી અમેરિકાના એમ્બેસેટર નિક્કી હેલીએ કહ્યું, સંયુક્ત રાષ્ટ્ર આને હંમેશા યાદ રાખશે. અમને યુએનમાં દુનિયાના સૌથી મોટા યોગદાન આપવા માટે બોલાવવામાં આવે છે. અમે આને યાદ રાખીશું કે કેટલાક દેશોએ પોતાના ફાયદા માટે અમારા પ્રભાવનો પ્રયોગ કર્યો છે.

તેમણે આને અનાદર ગણાવીને કહ્યું કે, આ વોટ યાદ રખાશે. એક સંપ્રુભ દેશ તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરવાને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેના પર હુમલો થયો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, જેરૂસલેમમાં તે પોતાનું દૂતાવાસ ખોલશે.


Loading...નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન પહેલા ટ્રમ્પે પ્રસ્તાવ મુક્યો હતો કે , જે દેશ પ્રસ્વાવનો અસ્વિકાર કરશે અમેરિકાને તે દેશને આપવામાં આવતી આર્થિક મદદમાં કાપ મૂકશે. ટ્રમ્પની આ ચેતવણીની વોટિંગ પર કોઈ અસર ન દેખાઈ. જેને પગલે પ્રસ્તાવના પક્ષમાં 128 વોટ પડ્યા હતા. માત્ર 9 દેશોએ જ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જેમાં ગ્વાટેમાલા, હોંડુરાસ, ઈઝરાયેલ, માર્શલ આઈલેન્ડ્સ, માઈક્રોનેશિયા, પલાઉ, ટોગો અને અમેરિકા સામેલ છે.

ટ્રમ્પના આ નિર્ણયથી આરબ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અનેક દેશોએ તેનો ખુલીને વિરોધ કર્યો હતો. આ નિર્ણયને પગલે અનેક દિવસો સુધી ફલિસ્તાનમાં હિંસા ફેલાઈ ગઈ હતી. કાશ્મીરમાં પણ આ નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પના આ નિર્ણય બાદ સંયુક્ત રાષ્ટ્રના 15 સદસ્યોઓ ઈમરજન્સી બેઠક કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક બાદ 5 યુરોપીય દેશોએ પોતાના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, જેરૂસલમેનું સ્ટેટસ ઈઝરાયેલ અને ફિલીસ્તીન વચ્ચે વાર્તા બાદ નક્કી કરાવું જોઈએ.
First published: December 22, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...