26/11 મુંબઇ હુમલો: 10 વર્ષ પછી અમેરિકાનું એલાન, દોષિતોને પકડાવનારને રૂ.35 કરોડનું ઇનામ

News18 Gujarati
Updated: November 26, 2018, 9:30 AM IST
26/11 મુંબઇ હુમલો: 10 વર્ષ પછી અમેરિકાનું એલાન, દોષિતોને પકડાવનારને રૂ.35 કરોડનું ઇનામ
મુંબઇ બ્લાસ્ટ વખતની તસવીર

આ હુમલામાં આતંકી સંગઠનન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ હુમલા કરીને 166 લોકોની હત્યા કરી દીધી હતી.

  • Share this:
મુંબઇમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલાની આજે 10મી વરસી છે. આ હુમલામાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ  હુમલા કરીને 166 લોકોની હત્યા કરી દીધી હતી. મૃતકોમાં અમેરિકી નાગરિક પણ સામેલ હતા. હુમલાના 10 વર્ષ પછી અમેરિકાએ મોટુ નિવેદન આપ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ 26-11 હુમલાથી આતંકીઓ અંગે કોઇપણ માહિતી આપશે તો તેને ઇનામ આપવાનું એલીન કરવામાં આવ્યું છે. પોમ્પિયોએ કહ્યું, '26/11 હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલ હાફિઝ સઇદ, જકીઉર્રહમાન લખવીને પકડવાને પર 50 લાખ ડોલરનું (35 કરોડ રૂપિયા) ઇનામ આપવામાં આવશે.'

આ પણ વાંચો: અમેરિકાના દબાણ સામે નમ્યું પાકિસ્તાન, હાફિઝ સઈદને ફરી મોકલ્યો જેલ

અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું, 'હુમલાના દોષિતોનો હજી સુધી ન પકડાયા એટલે તે મોટુ અપમાન છે. દરેક દેશ અને ખાસકરીને પાકિસ્તાનની જવાબદારી છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રસ્તાવ અંતર્ગત તે આ હુમલાના દોષિતોને સજા અપાવશે.'

આ પણ વાંચો: IPS અધિકારી બની આતંકવાદીઓનું વેર વાળવા માંગે છે આ 'કસાબ કી બેટી'

નોંધનીય છે કે મુંબઇમાં 26 નવેમ્બર 2008ના રોજ આ હુમલો આશરે 60 કલાક ચાલ્યો હતો. સરકારી આંકડાઓમાં મૃતકોની સંખ્યા 166 જણાવવામાં આવી હતી. પરંતુ માનવામાં આવે છે કે વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધારે હતી. આ આતંકી હુમલામાં 300થી વધારે લોકો જખ્મી થયા હતાં. મૃતકોમાં 28 વિદેશી નાગરિક પણ સામેલ હતાં. આ હુમલાએ આખા દેશને હચમચાવી નાંખ્યા હતાં. આ કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ હતી.
First published: November 26, 2018
વધુ વાંચો
अगली ख़बर