ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક – ‘How is the josh?’, “High Sir” આ સંવાદ ખરેખર કોનો હતો, જાણો

News18 Gujarati
Updated: February 26, 2019, 10:14 AM IST
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક – ‘How is the josh?’, “High Sir” આ સંવાદ ખરેખર કોનો હતો, જાણો
તો બીજી તરફ યુવા સ્ટાર્સમાંથી એક તેવા વિક્કી કૌશલે પણ પીએમ કેર ફંડમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા કાર્તિક આર્યન પણ 1 કરોડ રૂપિયાનું દાન આપવાની વાત કહી ચૂક્યા છે.

ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મમાં વિક્કી કૌશલ તેમના સૈનિકોને પૂછે છે, "How is the josh? અને તેમના કમાન્ડોઝ જવાબ આપે, 'High Sir.'

  • Share this:
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મમાં વિક્કી કૌશલ તેમના સૈનિકોને પૂછે છે, "How is the josh? અને તેમના કમાન્ડોઝ જવાબ આપે, 'High Sir.' આ ફિલ્મને થિયેટરમાં આ દૃશ્ય જોનાર દર્શકનાં પણ રૂંવાડા ઊભા થઈ જાય અને તેઓ 'જોશ' થી ભરાઈ જાય છે !

શું આ સંવાદ કોઈ સૈન્ય ટૂકડીનો યુદ્ધઘોષ છે? આ સંવાદમાં એવું શું છે કે દર્શકોમાં જોમ ભરાઈ જાય અને તે પૉપ્યુલર બન્યો, તે અંગે તમને જાણકારી છે ?

ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધરના કહેવા પ્રમાણે, આ સંવાદ મુદ્દે તેમના બચપણની યાદગીરી જોડાયેલી છે. ઉરી ફિલ્મના દિગ્દર્શક આદિત્યના કહેવા પ્રમાણે, ખુદ તેમને પણ કલ્પના ન હતી કે આ સંવાદ આટલો લોકપ્રિય બની જશે. આદિત્ય કહે છે, "મારા કેટલાક મિત્રો સૈન્ય પૃષ્ઠભૂમિ ધરાવે છે. દિલ્હીમાં હું તેમની સાથે આર્મી ક્લબ્સમાં જતો. ત્યાં એક નિવૃત બ્રિગેડિયર ચૉકલેટ લઈને આવતા. તેઓ બાળકોને લાઇનમાં ઊભા રાખતા અને પૂછતા How is the josh?"

આ પણ વાંચો: પુલવામાનો બદલો : એરફોર્સે LoC પાર જૈશના ઠેકાણા કર્યાં નષ્ટ, 1000 કિલોના બોમ્બ ફેંક્યા

"જે બાળક સૌથી જોશથી નારો લગાવે તેને એ ચૉકલેટ મળતી. મને ખાવા પીવાનો શોખ હતો એટલે હું સૌથી બુલંદ અવાજે નારો લાવતો એટલે મને એ ચૉકલેટ મળતી."

આદિત્ય કહે છે કે જ્યારે તેઓ 'ઉરી...'ની સ્ક્રિપ્ટ લખવા બેઠા, ત્યારથી જ તેમના મગજમાં સ્પષ્ટ હતું કે તેઓ આ નારાને ફિલ્મમાં સામેલ કરશે.ચર્ચા એવી પણ હતી કે 'How is the josh?' એ સેનાનો યુદ્ધઘોષ (War Cry) છે. વાસ્તવમાં તે કોઈ ભારતીય સૈન્ય ટુકડીનો યુદ્ધઘોષ નથી, પરંતુ સૈન્ય અધિકારીઓ દ્વારા જવાનોને પૂછવામાં આવતો સવાલ છે. દુશ્મન સામે હોય તેની ઉપર હુમલો કરતી વેળાએ કે તાલીમ સમયે ખુદમાં અને સાથીઓમાં જોશ ભરવા માટે લગાવવામાં આવતા નારાને યુદ્ધઘોષ (warcry) કહેવામાં આવે છે.

આ પણ વાંચો: સર્જિકલ સ્ટ્રાઇક 2 : જાણો શું છે આ સ્ટ્રાઇક અને કઈ રીતે તે થાય છે?

શાંતિ સમયમાં ભારતીય સૈન્ય ટુકડીઓ દ્વારા પણ સતતપણે કવાયત કરવામાં આવે છે. જેમાં શારીરિક કસરત, ટ્રૅકિંગ, દોડ, કદમતાલ, ડ્રીલ, પુશ-અપ્સ, પુલ-અપ્સનો સમાવેશ કરવામાં આવે છે. આવી તનતોડ મહેનત કર્યા બાદ જવાનો થાકી જાય છે, ત્યારે તેમનામાં જોશ ભરવા માટે ઇન્સ્ટ્રક્ટર કે અધિકારી ' How is the josh?' જેવો કોઈ સવાલ પૂછે છે. જેના જવાબમાં પોતાનો ઉત્સાહ દેખાડવા જવાનો બુલંદ અવાજે 'High Sir' કે સવાલને અનુરૂપ જવાબ આપે છે.

આ જવાબ આપતી વખતે જવાનના જુસ્સા અને અવાજની બુલંદીના આધારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. સામાન્ય રીતે આ સંવાદનું ત્રણ વખત પુનરાવર્તન કરાવવામાં આવે છે. દરેક રૅજિમેન્ટના અફસરોના આધારે અલગ-અલગ સંવાદ હોય છે.
First published: February 26, 2019, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading