મોદી એક્ટરની જેમ ભાષણ આપે છે, પણ સારી વાતોથી પેટ ન ભરાયઃ સોનિયા ગાંધી

News18 Gujarati
Updated: May 8, 2018, 5:18 PM IST
મોદી એક્ટરની જેમ ભાષણ આપે છે, પણ સારી વાતોથી પેટ ન ભરાયઃ સોનિયા ગાંધી

  • Share this:
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે. ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે, જેમાં કદાવર નેતાઓની જંગી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, સોમવારે બીજાપુરમાં આખો દિવસ ચૂંટણી સભામાં વ્યસ્ત રહ્યું, બપોર પહેલા વડાપ્રધાન મોદીએ અહીં ચૂંટણી સભા સંબોધી, ત્યારબાદ કોંગ્રેસની ચેયરપર્સન સોનિયા ગાંધીએ જંગી સભાને સંબોધી હતી. સોનિયાએ મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીજી સારુ ભાષણ આપે છે, એક અભિનેતાની જેમ તેઓ ભાષણ આપે છે, પરંતુ માત્ર ભાષણથી લોકોનું પેટ ભરાય નહીં, લોકોનું કલ્યાણ ન થાય, જો માત્ર ભાષણથી પેટભરાતું હોય તો અમારી પ્રાર્થના છે કે તેઓ હજી વધુ ભાષણ આપે.

4 વર્ષથી લોકપાલ અટકીને પડ્યું છેઃ સોનિયા

બીજાપુરામાં ભાજપ સરકારને આડેહાથ લેતા સોનિયા ગાંધીએ એક પછી એક અનેક આકરા પ્રહારો કર્યા હતા, સોનિયાએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી લોકપાલ બિલ અટકીને પડ્યું છે, ભાજપની સરકારે તેને પાસ થવા દીધું નથી. તો તેઓએ જણાવ્યું કે તમે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વાયદા કર્યા હતા તેનું શું થયું ? કોંગ્રેસે ગરીબોમાં કામ કર્યું, કોંગ્રેસે મહાત્મા ગાંધી NREGA યોજના શરૂ કરી હતી જેની મોદીજીએ મજાક ઉડાવી છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે ગરીબો માટે સસ્તુ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ઇન્દિરા કેન્ટિંન શરૂ કરી છે. જ્યારે કર્ણાટકમાં દુષ્કાળપડ્યો હતો ત્યારે સિદ્ધારમૈયાએ વડાપ્રધાનને મળવાનો સમય માગ્યો હતો, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો નથી જે કર્ણાટકનું અપમાન છે.

મોદીના માથે કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂતઃ સોનિયા

ભાજપના કોંગ્રેસ મુક્ત ભાજપના નારાનો વળતો જવાબ આપતાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે મોદીજીના માથે કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત સવાર છે, મોદીજી દરેજ જગ્યાએ ખોટું બોલે છે, ઇતિહાસ સાથે છેડછાડ કરે છે, એટલું જ નહીં પોતાનો રાજકીય લાભ ખાટવા માટે ઐતિહાસિક હસ્તિઓનો દુરઉપયોગ કરે છે, શું તમે ક્યારે એવા પીએમ જોયા છે જે માત્ર વાતો જ કરે છે, કામ નહીં.
First published: May 8, 2018, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading