ANALYSIS: 2019માં સપા-બસપા અને કોંગ્રેસ માટે લાભદાયી સાબિત થશે ત્રિકોણીય જંગ

News18 Gujarati
Updated: January 6, 2019, 11:33 AM IST
ANALYSIS: 2019માં સપા-બસપા અને કોંગ્રેસ માટે લાભદાયી સાબિત થશે ત્રિકોણીય જંગ
ધ્રુવીકરણની રાજનીતિમાં વિપક્ષી પાર્ટીનું એન્ટી-બીજેપી મોબિલાઇઝેશન ખરેખર તો બીજેપીની રણનીતિને વધુ શૂટ કરે છે

ધ્રુવીકરણની રાજનીતિમાં વિપક્ષી પાર્ટીનું એન્ટી-બીજેપી મોબિલાઇઝેશન ખરેખર તો બીજેપીની રણનીતિને વધુ શૂટ કરે છે

  • Share this:
સુમિત પાંડે

ન્યૂઝ18 ગુજરાતી: કટ્ટર વિરોધી સપા અને બસપાએ આગામી લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનની જાહેર કરી છે, પણ કોંગ્રેસ આ ગઠબંધન સાથે નહીં જોડાય. કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ કહ્યું કે, પાર્ટી લોકસભાની ચૂંટણી માટે યુપીમાં તૈયારી કરી રહી છે, ગઠબંધન એટલું મહત્વનું નથી.

જોકે, સપા-બસપાના આ પગલાંથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે. શું આનાથી રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ વિરોધી મહાગઠબંધનને ઝાટકો લાગશે? શું છત્તીસગઢ, રાજસ્થાન અને એમપીમાં કોંગ્રેસે યુપીની પાર્ટીઓને ખાસ જગ્યા આપી નથી, એના લીધે સપા-બસપાએ આ પગલું લીધું?

આ પ્રશ્નોના જવાબ ફુલપુર અને ગોરખપુરમાં ગયા વર્ષે થયેલી પેટાચૂંટણીના પરિણામો અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સપા-કોંગ્રેસના ગઠબંધનને મળેલી નિષ્ફળતાથી મળે છે.

ફુલપુર અને ગોરખપુરના પરિણામોમાં યુપીમાં એન્ટી ભાજપ ગઠબંધન માટે એક મહત્વપૂર્ણ બૌદ્ધપાઠ છૂપાયેલો છે. યુપીમાં બિહાર જેવું મહાગઠબંધન એટલું પ્રભાવશાળી નહીં હોય. જ્યારે ત્રિકોણીય જંગ સપા-બસપા અને કોંગ્રેસને વધુ સેટ થાય છે. જ્યારે અગાઉ ઉત્તર પ્રદેશમાં સ્થિતિ વણસી ત્યારે પાર્ટીના મોટા નેતાઓ પણ જેમ-તેમ કરીને લોકસભામાં પહોંચી શક્યા.

યુપીમાં કોંગ્રેસનો વોટ બેઝ 10 %થી પણ ઓછો છે, જેમાં મોટાભાગના શહેરી અને ઉચ્ચ વર્ગના મતદારો સામેલ છે. જ્યારે સપા-બસપા પાસે જ્ઞાતિ આધારિત વોટ છે. જો કોંગ્રેસ એન્ટી ભાજપ ગઠબંધન સાથે જોડાય તો આ વોટ એ ગઠબંધનની જગ્યાએ ભાજપના પક્ષમાં જશે.ઉદાહરણ તરીકે જો ફુલુપર અને ગોરખપુરમાં કોંગ્રેસે સપા-બસપા સાથે ચૂંટણી લડી હોત તો સંભવ હતું કે કોંગ્રેસને મળેલા મત ભાજપના ખાતામાં જતા રહેતાં. જો ફુલપુરમાં કોંગ્રેસે બ્રાહ્મણ ઉમેદવાર ન ઉતાર્યો હોત તો તેને મળેલા મત ભાજપને સરળતાથી મળી જતાં. ગોરખપુરમાં પણ સપાના ઉમેદવારને ભાજપના ઉમેદવારની સરખામણીમાં જેટલા માર્જિનથી જીત મળી તે કોંગ્રેસને ઉમેદવારને મળેલા મત જેટલી જ હતી.

2017ની યુપી વિધાનસભાની ચૂંટણીનું એનાલિસિસ બતાવે છે કે સપાએ જો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કર્યું તો સપા અથવા બસપાની કેટલીક સીટો બચી શકે છે.

બીજી બાજુ, ધ્રુવીકરણની રાજનીતિમાં વિપક્ષી પાર્ટીનું એન્ટી-બીજેપી મોબિલાઇઝેશન ખરેખર તો બીજેપીની રણનીતિને વધુ શૂટ કરે છે. કેમ કે, બીજેપી વિરુદ્ધ અન્ય સાથેની લડાઇ ખરેખર તો હિંદુ વિરુદ્ધ અન્ય સામેની ચૂંટણી વધુ નજરે પડે છે.

2019માં થઇ શકે કે સપા-બસપા 12 સીટો (જ્યાં કોંગ્રેસ મજબૂત છે) પર એવા ઉમેદવાર ઉતારે જે કોંગ્રેસની રણનીતિને શૂટ કરે છે.
First published: January 6, 2019, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading