ભ્રષ્ટાચારે માઝા મૂકી: યોગી સરકારમાં મંત્રીના ત્રણ સચિવોની લાંચ કેસમાં ધરપકડ

News18 Gujarati
Updated: January 6, 2019, 5:10 PM IST
ભ્રષ્ટાચારે માઝા મૂકી: યોગી સરકારમાં મંત્રીના ત્રણ સચિવોની લાંચ કેસમાં ધરપકડ
(પ્રતિકાત્મક ચિત્ર)

આ ત્રણેય સચિવો થોડા દિવસો અગાઉથી લાંચ લેતા રંગે હાથ એક સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા હતા

  • Share this:
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં રહેલા ત્રણ મંત્રીઓનાં અગંત સચિવોની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય સચિવો થોડા દિવસો અગાઉથી લાંચ લેતા રંગે હાથ એક સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ ગયા હતા.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમે આજે ત્રણેય સચિવોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. એડિશ્નલ ડીજીપી (લખનઉ ઝોન) રાજીવ ક્રિષ્નનને જણાવ્યું કે, ત્રણેય સચિવોની ધરપકડ પછી તેમને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને તપાસમાં તમામ બાજુઓની તપાસ થઇ રહી છે.

આ પણ વાંચો - ગેરકાયદેસર ખનન મામલામાં અખિલેશ યાદવ સહિત બધા મંત્રીઓ સામે તપાસ કરશે સીબીઆઈ

સુત્રોએ જણાવ્યું કે, આ ત્રણ સચિવોનો લાંચનું છટકુ પ્રકાશમાં આવ્યુ તે પછી પોલીસને મહત્વનાં દસ્તાવેજો હાથ લાગ્યા હતા અને તેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમની ધરપકડ થઇ છે તેમાં ઓમ પ્રકાશ કશ્યપ, સંતોષ અવસ્થી અને રામ નરેશ ત્રિપાઠીનો સમાવેશ થાય છે. આ ટીવી ચેનલ દ્વારા તેમનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ પોલીસ તપાસ હાથ ધરવી પડી હતી.

આ સ્ટિંગ ઓપરેશન પછી યોગી સરકાર સફાળી જાગી હતી અને ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
First published: January 6, 2019, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading