Exclusive : UP ઉપર આર્થિક સુસ્તીની અસર નથી, બે લાખ યુવાઓને આપીશ રોજગાર- CM યોગી

News18 Gujarati
Updated: September 19, 2019, 7:22 PM IST
Exclusive : UP ઉપર આર્થિક સુસ્તીની અસર નથી, બે લાખ યુવાઓને આપીશ રોજગાર- CM યોગી
CM યોગીનો વાયદો - યૂપીના બે લાખ યુવાઓને જલ્દી આપીશ રોજગાર

અમારી સરકારે છેલ્લા અઢી વર્ષમાં 2.5 લાખ લોકોને રોજગાર આપ્યો - યોગી આદિત્યનાથ

  • Share this:
ગોરખપુર : હાલ ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ થોડો ડગેલો છે છતા પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે બે ક્ષેત્રોમાં વિકાસનો રેકોર્ડ ઘણો સારો હોવાના કારણે યૂપીને આર્થિક સુસ્તીનો માર ઝીલવો પડશે નહીં.

ન્યૂઝ 18 નેટવર્ક ગ્રૂપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે બુધવારે Exclusive ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આખી દુનિયામાં આર્થિક સુસ્તીની અસર થઈ છે અને સહજ રીતે તેનો પ્રભાવ ભારત ઉપર પણ પડ્યો છે. જોકે યૂપી તેનાથી પ્રભાવિત થશે નહીં કારણ કે રાજ્યએ કૃષિ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના ક્ષેત્રમાં શાનદાર પ્રગતિ નોંધાવી છે.

આ પણ વાંચો - અયોધ્યા વિવાદ પર બોલ્યા સીએમ યોગી - જો મુસ્લિમ પક્ષની ઇચ્છા હોત તો...

ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રુપિયાનું રોકાણ થયું છે
વધી રહેલી બેરોજગારી વચ્ચે રાજ્યમાં રોજગાર ઉભા કરવાની યોજના વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકારે છેલ્લા અઢી વર્ષમાં 2.5 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને આવનાર 2.5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી આપશે. અમે બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજી દ્વારા 30 લાખ યુવાઓને આર્થિક સ્વતંત્રતા આપવામાં મદદ કરી છે. ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રુપિયાનું રોકાણ થયું છે.

આ પણ વાંચો - યોગી આદિત્યનાથે કહ્યું - ગેરકાયદેસર કતલખાના પર પ્રતિબંધના કારણે યૂપીમાં મોબ લિંચિંગ થઈ નથી
Loading...

ODOP યોજના દ્વારા દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન અપાશે
યોગી આદિત્યનાથે દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપનાર ‘એક જિલ્લા એક પ્રોડક્ટ’(ODOP)યોજના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં MSME ઉપર પણ સ્પેશ્યલ ફોક્સ કર્યું છે. અમે તેના માપ, માર્કેટિંગ અને પેકેજિંગ માટે એક પ્રોગ્રામ પણ શરુ કર્યો છે. હું ખુશ છું કે આ ક્ષેત્રમાં નિર્યાત માટે હાલ પુરતા સ્કોપ છે. આ મહિનાની શરુઆતમાં ઉત્તર પ્રદેશ સરકારે જિલ્લાના ઉત્પાદનનો એક બેસલાઇન સર્વે કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય સરકાર ઉત્પાદનના ઇકો સિસ્ટમની એક વિસ્તૃત તપાસ પણ કરાવશે. આવું ‘એક જિલ્લા એક પ્રોડક્ટ’(ODOP) સ્કીમ માટે કરવામાં આવશે.

આ સ્કીમને રાજ્યના 75 જિલ્લાના 16 ક્લસ્ટર ગ્રૂપમાં વહેંચીને લાગુ કરવામાં આવશે. આવું આ સ્કીમની દેખરેખને આસાન બનાવવા માટે કરવામાં આવશે.
First published: September 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...