નસીરુદ્દીન શાહ માટે પાકિસ્તાનની એર ટિકિટ બુક, જાણો કોણે કરાવી આ ટિકિટ

નસીરુદ્દીન શાહ (ફાઇલ ફોટો)

આ ફ્લાઇટની ટિકિટ મુંબઈ એરપોર્ટથી કોલંબો અને પછી કોલંબોથી કરાચી સુધીની છે

 • Share this:
  બુલંદશહેર હિંસા મામલામાં વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવેલા અભિનેતા નસીરુદ્દીન શાહ માટે પાકિસ્તાનની એર ટિકિટ બુક કરાવી લીધી છે. યુપી નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ નસીરુદ્દીન માટે કરાચીની ટિકિટ બુક કરાવી છે. અમિત જાનીએ નસીરદ્દીન શાહ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો તેમને ભારતમાં ડર લાગે છે તો તે પાકિસ્તાન ચાલ્યા જાય. આટલું જ નહીં અમિત જાનીએ નસીરુદ્દીન શાહ માટે 14 ઓગસ્ટ 2019ની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી છે.

  આ ફ્લાઇટની ટિકિટ મુંબઈ એરપોર્ટથી કોલંબો અને પછી કોલંબોથી કરાચી સુધીની છે. અમિત જાનીએ નસીરુદ્દીન શાહને ગદ્દાર કહેતા કહ્યું હતું કે નસીરુદ્દીન પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર નિકળી જાય. જેથી 15 ઓગસ્ટે દેશ (ભારત)માંથી એક ગદ્દારનો ભાર ઓછો થાય.

  અમિત જાનીના મુદ્દા પર નસીરુદ્દીન શાહે અજમેરમાં પ્રતિક્રિયા આપી હતી. નસીરુદ્દીને જણાવ્યું હતું કે મેં કશું જ ખોટુ કહ્યું નથી જેને ટિકા કરવી છે તે કરે. હું ભારત છોડીને ક્યાંય જવાનો નથી અને જેણે ટિકિટ મોકલાવી છે તેને ટિકિટ પાછી મોકલાવી દઈશ.

  આ પણ વાંચો - આ દેશમાં પોલીસકર્મીના જીવથી વધુ ગાયના મોતનું મહત્વ: નસીરુદ્દીન શાહ

  આ ફ્લાઇટની ટિકિટ મુંબઈ એરપોર્ટથી કોલંબો અને પછી કોલંબોથી કરાચી સુધીની છે


  નસીરુદ્દીન શાહે શું કહ્યું હતું

  નસીરુદ્દીન શાહે એક વેબસાઇટ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે આપણે બુલંદશહેર હિંસામાં જોયું કે આજે દેશમાં એક ગાયના મોતનું મહત્વ પોલીસ ઓફિસરના જીવથી વધુ છે. શાહે એમ પણ કહ્યું કે, હાલના દિવસોમાં સમાજમાં ચારેય તરફ ઝેર ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે, મને એ વાતનો ડર લાગે છે કે જો ક્યાંક મારા બાળકોને ટોળાઅ ઘેરી લીધા અને તેમને પૂછવામાં આવે કે તું હિન્દુ છે કે મુસલમાન? મારા બાળકોની પાસે તેનો કોઈ જવાબ નહીં હોય. સમાજમાં ઝેર પહેલા જ ફેલાઈ ચૂક્યું છે.

  આ પણ વાંચો - નસીરુદ્દીન શાહે વિરાટ કોહલીની કરી ટિકા, ગણાવ્યો ઘમંડી ખેલાડી

  આ પહેલા નસીરુદ્દીન શાહે સોશિયલ મીડિયા દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ટીકા કરી હતી. જેના કારણે પણ વિવાદ થયો હતો.
  Published by:Ashish Goyal
  First published: