યોગીના મંત્રીએ કહ્યું, પછાત વર્ગના હોવાથી નથી મળતું સન્માન

 • Share this:
  ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જન કલ્યાણ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે બળાપો કાઢ્યો છે. ઓમ પ્રકાશનું કહેવું છે કે કેબિનેટ મંત્રી હોવા છતા તેઓ જાતીય ભેદભાવનો શિકાર થયા છે. તેઓનું કહેવું છે કે મંત્રી હોવા છતા તેઓને અધિકારીઓ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું નથી.

  રાજભરે આરોપ લગાવ્યો કે તેઓ માત્ર નીચી જાતિના હોવાને કારણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું નથી. સાથે જ તેઓએ જણાવ્યું કે તેઓ સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો છે. એટલા માટે તો તેને કોઇ મહત્વની જવાબદારી સોંપવામાં આવતી નથી.

  ખૂદ ભાજપ સરકારની અનામત નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર અનામત હટાવવા માગે છે, તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બીએચયુમાં 1200 ભરતી બહાર પાડવામાં આવી હતી, પરંતુ તેમાં અનામત કેટેગરી રાખવામાં આવી ન હતી. આ કારણે વિવિધ વિભાગોમાં 4-5 ભાગ પાડી માત્ર ત્રણ ભરતી જ કરવામાં આવી છે. જ્યારે મારું માનવું છે કે 1200 ભરતી કરવામાં આવી તેમાં 22 ટકા અને 27 ટકા આરક્ષણ હોવું જોઇતું હતું, પરંતુ તેમ થયું નથી.

  રાજભરે કહ્યું કે પાછલા બારણે આરક્ષણ દૂર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેની પાછળ સરકારના હસ્તક્ષેપ છે. અમે સરકારમાં જોડાયા છીએ. માયાવતી જે કરી રહી છે તેમણે જે સ્ટડી કરી છે તેના પ્રમાણે યોજ્ય છે અને અમે જે સ્ટડી કરી છે તેના પ્રમાણે અમે પણ સાચા છીએ. તેઓએ બસપા સુપ્રીમો માયાવતીને સારા મુખ્યમંત્રી હોવાનું જણાવતા કહ્યું કે તેમના જિલ્લા અને મંડળના પ્રવાસ દરમિયાન અધિકારી હનુમાન ચાલીસા મોડી રાત સુધી વાચવા લાગતાં હતા.
  Published by:Sanjay Vaghela
  First published: