Home /News /india /

UP વિધાન પરિષદના સભાપતિના દીકરાની હત્યા, માતાએ કબૂલ્યો ગુનો

UP વિધાન પરિષદના સભાપતિના દીકરાની હત્યા, માતાએ કબૂલ્યો ગુનો

પોલીસે જ્યારે મીરા અને તેમના મોટા દીકરા અભિષેકની ધરપકડ કરીને પૂછતાછ કરી ત્યારે આનો ખુલાસો થયો હતો.

પોલીસે જ્યારે મીરા અને તેમના મોટા દીકરા અભિષેકની ધરપકડ કરીને પૂછતાછ કરી ત્યારે આનો ખુલાસો થયો હતો.

    ઉત્તરપ્રદેશ વિધાન પરિષદ સભાપતિ રમેશ યાદવના (UP Legislative Council Chairman Ramesh Yadav) દીકરા અભિજીત યાદવની હત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે. માતાએ કહ્યું કે અભિજીત હંમેશા નશો કરીને ઘરમાં આવતો હતો. પોલીસે જ્યારે માતા મીરા અને તેમના મોટા દીકરા અભિષેકની ધરપકડ કરીને પૂછતાછ કરી ત્યારે આનો ખુલાસો થયો હતો.

    માતાએ કહ્યું કે અભિજીત નશો કરીને ઘરે આવતો હતો. રવિવારની રાતે પણ આવુ જ થયુ. આ દરમિયાન અમારા વચ્ચે બોલાચાલી થઇ અને આ ઘટના બની. નોંધનીય છે કે અભિજીત યાદવની રવિવારે તેના ઘરે જ સંદિગ્ધ હાલાતમાં જ મોત થઇ હતી. પહેલા તો પરિવારે આ ઘટના પર પડદો નાંખી રહ્યાં હતાં. કહી રહ્યાં હતાં કે દિલમાં દુખાવાને કારણે મૃત્યુ થયું છે. પરંતુ મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી આ અંગે ખુલાસો થયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું તે તેનું મૃત્યુ ગળુ દબાવીને કરવામાં આવ્યું છે. તેના માથા પર પણ વાગવાના નિશાન હતાં.

    આ પણ વાંચો :  સેક્સ માટે ના પાડવાના કારણે થઈ હતી મુંબઈની મોડલની હત્યા: પોલીસ

    એસએસપી લખનઉની હાજરીમાં જ પરિવાર તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ પોલીસના અન્ય અધિકારીઓએ આ અંતિમ સંસ્કાર રોકીને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો : Video: એન્કાઉન્ટર દરમિયાન પિસ્તોલ થઈ જામ, પોલીસે મોંમાંથી કાઢ્યો ઠાંય-ઠાંયનો અવાજ

    નોંધનીય છે કે વિધાન પરિષદના સભાપતિ રમેશ યાદવે બે લગ્ન કર્યા છે. પહેલી પત્ની પ્રેમાદેવી છે જે એટા જિલ્લામાં રહે છે. તેમને દીકરો આશિષ યાદવ પૂર્વમાં એટા સદરમાં વિધાયક પણ હતો. બીજી પત્ની મીરા યાદવ છે જે બે દીકરાઓ અભિશેક અને અભિજીત યાદવ ઉર્ફ વિક્કી સાથે રહે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Wife, પુત્ર, યૂપી, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन