યૂપીના મંત્રીએ આપી સલાહ, પ્રદૂષણથી બચવા માટે સરકાર યજ્ઞ કરાવે

News18 Gujarati
Updated: November 3, 2019, 4:18 PM IST
યૂપીના મંત્રીએ આપી સલાહ, પ્રદૂષણથી બચવા માટે સરકાર યજ્ઞ કરાવે
યૂપીના મંત્રીએ આપી સલાહ, પ્રદૂષણથી બચવા માટે યજ્ઞ કરાવે સરકાર

સરકાર પારંપરિક રીતે યજ્ઞ કરાવીને ભગવાન ઇન્દ્ર દેવને મનાવે. ઇન્દ્ર ભગવાન વરસાદ લાવશે અને બધું ઠીક કરી દેશે - સુનીલ ભરાલા

  • Share this:
નોએડા : દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના વધી રહેલા સ્તર વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીએ હવાની ગુણવત્તાને શાનદાર બનાવવા માટે એક અનોખી રીત બતાવી છે. યોગી સરકારમાં મંત્રી સુનીલ ભરાલાએ ખેડૂતોનો બચાવ કરતા કહ્યું હતું કે પ્રદૂષણ વધવા માટે પરાલી સળગાવવાને કારણ ગણાવવું યોગ્ય નથી. આ સાથે તેમણે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હવન કરાવવાની સલાહ આપી છે. ભરાલાએ કહ્યું હતું કે સરકાર પારંપરિક રીતે યજ્ઞ કરાવીને ભગવાન ઇન્દ્ર દેવને મનાવે. ઇન્દ્ર ભગવાન વરસાદ લાવશે અને બધું ઠીક કરી દેશે.

સુનીલ ભરાલાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે પરાલી-પરાલી કરીને ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. પરાલી સળગાવવાની પ્રક્રિયા હંમેશાથી ચાલી આવે છે. પરાલી સળગે છે ત્યારે થોડોક ધુમાડો નિકળે છે, તેનાથી વધારે પ્રદૂષણ થતું નથી. ખેડૂતો ઉપર પ્રહારો દુખદ છે. હું એટલું કહેવા માંગીશ કે ગામમાં યજ્ઞ કરાવવાની જે આપણી પરંપરા હતી તે પ્રમાણે સરકાર પણ પરંપરા પ્રમાણે યજ્ઞ કરાવે અને ભગવાન ઇન્દ્રને મનાવે. તે વરસાદ લાવશે અને બધુ ઠીક થઈ જશે.

આ પણ વાંચો - સંજય રાઉતનો દાવો : શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન, અમારા જ CM હશેદિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ગૌતમબુદ્ધ નગર અને ગાજિયાબાદના ડીએમએ જિલ્લાની બધી સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને 5 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. પ્રદૂષણ એટલું વધી ગયું છે કે રસ્તા ઉપર વિજીબિલિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે. ખરાબ વિજીબિલિટીના કારણે ઇન્દીરા ગાંધી એરપોર્ટ પર 32 ઉડાનો ડાયવર્ટ કરી દેવામાં આવી છે. વધતા પ્રદૂષણના કારણે બીમારીઓ પણ વધી રહી છે.
First published: November 3, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading