Home /News /india /

Exclusive Interview: CM યોગી બોલ્યા- UPમાં ત્રીજા ડિપ્ટી સીએમની જરુર નથી

Exclusive Interview: CM યોગી બોલ્યા- UPમાં ત્રીજા ડિપ્ટી સીએમની જરુર નથી

Exclusive Interview: CM યોગી બોલ્યા- UPમાં ત્રીજા ડિપ્ટી સીએમની જરુર નથી

મંત્રીઓની પસંદગી તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. હાલના સમયે ત્રીજા ડિપ્ટી સીએમની કોઈ જરુર નથી - CM યોગી

    ગોરખપુર : ઉત્તર પ્રદેશની યોગી સરકારનો જ્યારે પ્રથમ મંત્રીમંડળ વિસ્તાર થયો તો ચર્ચા હતી કે દલિત સમુદાયથી એક ત્રીજો ઉપ મુખ્યમંત્રી (Deputy CM)બનાવવામાં આવશે. જોકે આમ બન્યું ન હતું. આ દરમિયાન મંત્રીમંડળ વિસ્તારમાં ક્ષેત્રિય ગણિત અને જાતિગત રાજનીતિને સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ત્રીજા ડિપ્ટી સીએમ સાથે જોડાયેલી અટકળો ઉપર વિરામ લગાવતા સીએમ યોગી આદિત્યનાથે News18 Network Groupના Editor-in Chief રાહુલ જોશી સાથે Exclusive Interviewમાં કહ્યું હતું કે આમ થવા જઈ રહ્યું નથી. સીએમ યોગીએ કહ્યું હતું કે અમે 18 મંત્રીઓની પસંદગી કરી છે. મંત્રીઓની પસંદગી તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. હાલના સમયે ત્રીજા ડિપ્ટી સીએમની કોઈ જરુર નથી. સરકાર શાનદાર રીતથી કામ કરી રહી છે.

    બીજેપી સંગઠન અને સરકારમાં સારુ સંતુલન છે
    આ સાથે સીએમ યોગીએ કહ્યું હતું કે સરકારના મામલે કોઈની દખલ દેવાની મંજૂરી નથી. સરકાર પ્રદેશના 23 કરોડ લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહી છે. પ્રદેશમાં સરકાર અને સંગઠન વચ્ચે સંતુલનને લઈને સીએમ યોગીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર છે, જે પોતે પોતાના નિર્ણય કરે છે. સરકાર અને સંગઠન વચ્ચે સારુ સંતુલન છે કારણ કે અમે સરકારી યોજનાઓને જમીન સુધી પહોંચાડી રહ્યા છીએ. એ જરુરી છે કે સંગઠનથી અમને ફીડબેક મળે છે. જેથી અમે પોતાના યોજનાઓની તપાસ કરતા રહીએ અને બંનેમાં સંતુલન ઘણું જરુરી છે.

    આ પણ વાંચો - Exclusive : UP ઉપર આર્થિક સુસ્તીની અસર નથી, બે લાખ યુવાઓને આપીશ રોજગાર- CM યોગી



    આવું છે પ્રથમ મંત્રીમંડળ વિસ્તાર
    ઉત્તર પ્રદેશ સરકારના પ્રથમ મંત્રીમંડળ વિસ્તારમાં મહેન્દ્રસિંહ, ભુપેન્દ્ર સિંહ ચૌધરી અને અનિલ રાજભરનો સમાવેશ કર્યો છે. જ્યારે નીલકંઠ તિવારી, કપિલ દેવ અગ્રવાલ, સતીશ દ્વિવેદી, અશોક કટારિયા, શ્રીરામ ચૌહાણ, રવીન્દ્ર જાયસ્વાલને રાજ્યમંત્રીનો સ્વતંત્ર પ્રભારનો દરજ્જો આપવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CM Yogi Adityanath, Deputy cm, Yogi adityanath, ઉત્તરપ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन