સરદાર પટેલ પછી સરયૂના કિનારે યોગી આદિત્યનાથ બનાવશે રાજા રામની ભવ્ય પ્રતિમા

News18 Gujarati
Updated: November 3, 2018, 8:20 AM IST
સરદાર પટેલ પછી સરયૂના કિનારે  યોગી આદિત્યનાથ બનાવશે રાજા રામની ભવ્ય પ્રતિમા
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર

આ પ્રતિમામાં ભગવાન રામનું રાજા સ્વરૂપ બતાવવામાં આવશે

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નર્મદા કિનારે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાના 2 દિવસ પછી જ આ ખબર આવી કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યામાં સરયૂ નદીના કિનારે ભગવાન રામની 151 મીટર ઊંચી તાંબાની પ્રતિમા બનાવશે. આ પ્રતિમામાં ભગવાન રામનું રાજા સ્વરૂપ બતાવવામાં આવશે.

જેમના ખભા પર ધનુષ પણ રાખવામાં આવશે. નોંધનીય છે કે સરદાર પટેલની પ્રતિમામાં લોખંડનો વધારે ઉપયોગ થયો છે.

આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના ટેન્ટ સિટીમાં જવું છે? તો જાણી લો ભાડું

ભગવાન રામની મૂર્તિ પણ મૂર્તિકાર રામ સુતાર જ બનાવશે. નોંધનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા પણ તેમણે જ બનાવી હતી.

આ પણ વાંચો: જુઓ, કેવી રીતે સરદાર પટેલની આગળ નાની લાગે છે દુનિયાભરની બધી પ્રતિમાઓ

સૂત્રો પ્રમાણે ભગવાન રામની પ્રતિમાનું એક મોડલ રામ સુતારે બનાવીને સીએમને બતાવી પણ દીધું છે.આ પણ વાંચો: રામ સુતારના 'સરદારે' લીધું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્વરૂપ

આ મૂર્તિનો પેડસ્ટલ 5 એકરમાં ફેલાયેલું હશે. આ પેડસ્ટલની અંદર મ્યૂઝિયમ, આર્ટ ગેલેરી, થિયેટર વગેરે હશે. સાથે જ આની અંદર લિફ્ટ પણ હશે. મૂર્તિ માટે 10 હેક્ટર જમીન સરકાર અધિકૃત કરશે. પરંતુ આ બધું જ જનતાના આપેલા દાનમાંથી જ બનશે.
First published: November 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading