Home /News /india /

UP Election Results: યુપીમાં BJPની જોરદાર જીત બાદ સીએમ યોગીએ રાજ્યપાલને સોંપ્યું પોતાનું રાજીનામું

UP Election Results: યુપીમાં BJPની જોરદાર જીત બાદ સીએમ યોગીએ રાજ્યપાલને સોંપ્યું પોતાનું રાજીનામું

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજીનામું સોંપતા

UP Election Results : ઉત્તર પ્રદેશ શાનદર જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) રાજભવન પહોંચ્યા અને રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben patel) સાથે મુલાકાત કરી રાજીનામું સોંપ્યું, તેઓ રાજ્યપાલને મળી રહ્યા હતા ત્યારે તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી હતી

વધુ જુઓ ...
    UP Election Results: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Chief Minister Yogi Aditya Nath) રાજ્યપાલ આનંદીબેન પટેલ (Governor Anandiben Patel) ને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આ પહેલા તેમણે કેબિનેટની બેઠક પણ બોલાવી હતી, જે યુપીમાં ચૂંટણી જીત્યા બાદ પ્રથમ બેઠક હતી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય (Deputy CM Keshav Prasad Maurya) અને દિનેશ શર્મા સિવાય બ્રિજેશ પાઠક, અનિલ રાજભર સહિત ઘણા મંત્રીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન યુપી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Elections 2022) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ને અપાર જનસમર્થન અને આશીર્વાદ આપવા બદલ કેબિનેટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

    પોતાના નિવાસસ્થાને કેબિનેટની બેઠક યોજ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજભવન પહોંચ્યા અને રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી. તેમના પ્રથમ કાર્યકાળના અંતે, મુખ્યમંત્રીએ તેમનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું. આ દરમિયાન તેમની સાથે યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર હતા.

    આ પણ વાંચો:  PM modi Gujarat Visit : પંચાયત મહા સંમેલનમાં મોદીનું સંબોધન, ડાયરાના અંદાજમાં સભા સંબોધી




    જોકે, રાજભવન પહોંચ્યા બાદ સીએમ યોગીએ સૌથી પહેલા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યપાલને ફૂલોનો ગુલદસ્તો આપ્યો, તો રાજ્યપાલે પણ સોલ આપીને તેમનું સન્માન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રીને આનંદીબહેન તરફથી નારિયેળ પણ આપવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: Opinion: UPની જીતથી 2024માં સત્તા પર આવવા મોદી-યોગીના ડબલ એન્જિનમાં ઇંધણ પૂરાયું

    સીએમ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. એટલું જ નહીં, જ્યારે તેઓ રાજ્યપાલને મળી રહ્યા હતા ત્યારે તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે સીએમના રાજીનામાની સાથે જ નવી સરકારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

    15 માર્ચે શપથ લઈ શકે છે CM યોગી

    એવી અટકળો છે કે યોગી આદિત્યનાથ, અન્ય કેબિનેટ સાથીદારો સાથે, હોળીના તહેવાર પહેલા 15 માર્ચે હોદ્દા અને ગુપ્તતાના શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ ભવ્ય બનવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની સાથે અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

    તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથે પહેલીવાર ગોરખપુર સદર બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ બેઠક પર ભાજપને 165499 વોટ મળ્યા છે. જ્યારે બીજા ક્રમે સપાના શુભવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને 60896 વોટ મળ્યા હતા. સીએમ આ બેઠક પર એક લાખથી વધુ મતોથી જીત્યા છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Anandi Ben patel, CM Yogi Adityanath, UP Elections 2022, Uttar pradesh election

    આગામી સમાચાર