સંત કબીરની મઝાર પર યોગી આદિત્યનાથે ટોપી પહેરવાની પાડી દીધી સ્પષ્ટ ના

સંરક્ષકે યોગીને કબીર ટોપી પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો

  • Share this:
    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદી સાથે મગહરમાં આવેલી સંત કબીરની સમાધિ પર આજે ફૂલ અને ચાદર અર્પણ કરી છે.  હિન્દુત્વના  બ્રાંડ નેતા માનવામાં આવતા યોગી આદિત્યનાથે કાલે સંત કબીરની મઝાર પર ચાલી રહેલી તૈયારીઓ નીહાળવા ગયા હતા જ્યાં તેમણે ટોપી પહેરવાની ના પાડી દીધી હતી.

    ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે કાલે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પીએમની મુલાકાત પહેલા મગહર જઇને ત્યાંની તૈયારીઓ પર એક નજર નાંખી હતી. જ્યાં સંત કબીરની સમાધિ પર પહોંચ્યાં ત્યાંના સંરક્ષકે યોગીને કબીર ટોપી પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યોગીએ ટોપી પહેરવાની ના પાડી દીધી હતી.

    સામાન્ય રીતે સીએમ યોગી કેસરી રંગના કપડા જ ધારણ કરેલા હોય છે. નોંધનીય છે કે રાજનીતિના મેદાનમાં આવતા જ યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહિનીની રચના કરી અને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આંદોલન છેડ્યુ. તેમણે અનેકવાર વિવાદિત નિવેદનો પણ આપ્યા. 2007માં ગોરખપુરમાં રમખાણો થયા તો યોગી આદિત્યનાથને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા. ધરપકડ થઈ અને તેના પર કોહરામ પણ મચ્યો. યોગી વિરુદ્ધ અનેક અપરાધિક કેસ પણ નોંધાયેલા છે.

    ગોરખપુરમાં ભારે વરસાદના કારણે પીએમના કાર્યક્રમમાં અંતિમ સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના બદલાયેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ હવે લખનઉથી હેલિકોપ્ટર દ્વારા મગહર રવાના થશે. આ પહેલા તેમને વિમાનથી ગોરખપુર જવાનું હતું. તે પછી મગહર સુધીની આશરે 30 કિમીની દૂરી હેલિકોપ્ટરથી કરવાની હતી.

    આઝદી પછી પહેલીવાર દેશના વડાપ્રધાન મગહર જઇ રહ્યાં છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ મગહરમાં ગયા હતાં. તેમણે કબીરની સમાધિ અને મજારના દર્શન કર્યા હતાં. જેના કારણે પીએમ મોદીની આ યાત્રા કબીરપંથીઓમાં ખાસ માનવામાં આવી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published: