આઝમખાન બાદ હવે બીજેપીના ધારાસભ્યની ભેંસો શોધવામાં પોલીસ વ્યસ્ત, લોકએ ઉડાવી મજાક

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આજમ ખાન બાદ હવે વધુ એક નેતાની ભેંસોની ચોરી થવાનો મામલો સામે આવ્યો છે, પરંતુ આ વખતે બીજેપી ધારાસભ્યની બે ભેંસો ચોરી થઈ છે.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આજમ ખાન બાદ હવે વધુ એક નેતાની ભેંસોની ચોરી થવાનો મામલો સામે આવ્યો છે, પરંતુ આ વખતે બીજેપી ધારાસભ્યની બે ભેંસો ચોરી થઈ છે.

  • Share this:

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આજમ ખાન બાદ હવે વધુ એક નેતાની ભેંસોની ચોરી થવાનો મામલો સામે આવ્યો છે, પરંતુ આ વખતે બીજેપી ધારાસભ્યની બે ભેંસો ચોરી થઈ છે. આ કેસ સીતાપુર જિલ્લાના હરગાવનો છે, ત્યાના વિધાયક સુરેશ રાહીની બે ભેંસોની ચોરી થવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને નેતાજીની ભેંસો શોધવામાં વ્યસ્ત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોરી થયેલ સુરેશા રાહીની બેંસોની કિંમત લગભગ એકલાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, પંચમપુરવા ગામની નજીક ધારાસભ્ય સુરેશ રાહીનું ફાર્મ હાઉસ છે, જ્યાં ચોકીદાર અને કેટલાક ખેતી સાથે જોડાયેલા મજૂરો રહે છે.


બીજેપીના નેતાની ચોરી થયેલ ભેંસોને પોલીસ દ્વારા શોધવાની વાત સામે આવ્યા બાદ લોકો પાર્ટીની મજાક ઉડાવી રહ્યાં છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, હાલ તો ગાય અને ભેંસોની જ કદર છે, અમે-તમે તો માત્ર ભાષણ સુધી જ સીમિત રહી ગયા છે. એક ટ્વિટર હેન્ડલે તો ટીખળ કરતાં લખ્યું કે, આ કેસની તો સીબીઆઈ પાસે તપાસ કરાવવી જોઈએ. એક ટ્વિટર હેન્ડલે લખ્યું કે, આજમ ખાનની ભેંસો ચોરી થઈ તો મોદી એન્ડ કંપનીએ મજાક ઉડાવી હતી, હવે કેમ બધાના મોઢા પર ટેપ લાગી ગઈ છે ભાઈ.


એકે લખ્યું પહેલા આજમ ખાનની ભેંસોને શોધતા હતા, હાલમાં સુરેશ રાહીની, યોગી આદિત્યનાથ બદલાવ ક્યાં આવ્યો છે. એકે લખ્યું યૂપી પોલીસ ભેંસો શોધવામાં લાગી છે, યૂપીના ક્રાઈમ રેટ દિવસો-દિવસ વધી રહ્યો છે. નોનસેન્સ પાર્ટી યૂપીમાં રાજ કરી રહી છે તો આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી રહેશે. એકે લક્યું કે, આજમખાનની યાદ અપાવી જ દીધી.

First published: