#Unnao પીડિતાની હાલત નાજુક, પ્રિયંકા ગાંધીએ ભાજપને પૂછ્યો આ સવાલ

ઉન્નાવ પર પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

  • Share this:
    ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પીડિતાની હાલત નાજુક છે. હાલ તે લખનઉ ટ્રોમા સેન્ટરમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. પીડિતાના પરિવારે આ અકસ્માતને લઇને CBI ની તપાસ કરવાની માંગ કરી છે. ત્યારે આ સમયે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી અને તેમની સરકારને સામે કેટલાક વેધક સવાલો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ સરકાર પણ પ્રહાર કરતા લખ્યું છે કે "આ કેસમાં ચાલી રહેલી CBI તપાસ ક્યાં સુધી પહોંચી? આરોપી વિધાયક હજી સુધી ભાજપમાં કેમ છે? પીડિતા અને સાક્ષીઓની સુરક્ષામાં ઢીલ કેમ રખાઇ? આ સવાલોના જવાબ આપ્યા વગર ભાજપ સરકારથી ન્યાયની કોઇ આશા ના કરી શકાય?"



    સાથે જ પ્રિયંકાએ આ સમગ્ર ઘટનાને પ્રિયંકાએ ચોંકવનારી ઘટના જણાવી છે. ઉલ્લેખનીય છે કે રાયબરેલીમાં રવિવારે સવારે એક બેકાબૂ ટ્રકે ઉન્નાવ દુષ્કર્મ પીડિયાની કારને ટક્કર મારી. જેમાં યુવતી અને તેનો વકીલ બેઠેલા હતા. આ અકસ્માતમાં યુવતીની કાકી સમેત 2 મહિલાની મોત થઇ છે. અને પીડિતા અને વકીલની હાલત હાલ ગંભીર છે.

    પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે વરસાદના કારણે રસ્તા પર તેજ ગતિથી આવતા ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું અને કારને ટક્કર લાગી ગઇ. તે પછી ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો. પોલીસ હાલ આ મામલે વિવાદ વિધતા સઘન તપાસ કરી રહી છે.
    Published by:Chaitali Shukla
    First published: