Customer Rights: કોઇ અનમેરિડ કપલ હોટલના એક રૂમમાં રોકાય તે કાયદાની દ્રષ્ટિએ ગુનો નથી. આવી સ્થિતિમાં જો પોલીસ તમારી પૂછપરછ કરે તો સહેજ પણ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી
દિલ્હી: દેશમાં ઘણા બધા મહત્વના અને જરૂરી કાયદા છે જેના વિશે આપણે મોટાભાગે અજાણ હોઇએ છીએ. એક ગ્રાહક તરીકે તમને ઘણા બધા અધિકારો કાયદાના રૂપે આપવામાં આવ્યા છે. જાણકારીના અભાવે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી અને કોઇ ઘટના સમયે આપણે ખોટા જ ગભરાઇ (Panic)જઇએ છે. ખાસ કરીને યુવાનોએ આ પ્રકારના કાયદાઓની (Laws) જાણકારી રાખવી જોઇએ. જેમ કે, અનમેરિડ કપલને કેટલાક અધિકાર (rights) આપવામાં આવ્યા છે, પરંતુ ઘણા લોકોને આ અધિકારની જાણકારી હોતી નથી.
કોઇ અનમેરિડ કપલ હોટલના એક રૂમમાં રોકાય તે કાયદાની દ્રષ્ટિએ ગુનો નથી. આવી સ્થિતિમાં જો પોલીસ તમારી પૂછપરછ કરે તો સહેજ પણ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. તમે તમારા અધિકારોને આધિન પોલીસ સાથે વાત કરી શકો છો. અમે સામાન્ય વ્યક્તિને મળેલા અધિકારો વિશે સીરિઝ ચલાવી રહ્યા છે. જે હેઠળ અમે આજે અનમેરિડ કપલને મળેલા 6 અધિકારો (rights) વિશે માહિતગાર કરી રહ્યા છે, જેની જાણકારી લોકોને હોવી જોઇએ.
હોટલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અનુસાર, પુખ્ત વયના યુવક-યુવતીને કોઇ હોટલના એક રૂમમાં રોકાવવાથી રોકે તેવો કોઇ કાયદો નથી. આવી સ્થિતિમાં બન્ને પાસે આઇડી કાર્ડ હોવા જરૂરી છે. કોઇ શંકા જતાં પોલીસ પૂછપરછ કરી શકે છે, પરંતુ આવી સ્થિતિમાં પોલીસને ધરપકડ કરવાનો અધિકાર નથી. જાહેર સ્થળોએ અશ્લીલ હરકતો કરવી ગેરકાયદેસર છે. પબ્લિક પ્લેસમાં આવી હરકત કરવા બદલ કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. ભારતીય કાયદા અનુસાર કોઇપણ પુખ્ત વયનો યુવાન પોતાની મરજી પ્રમાણે હોટલમાં રોકાઇ શકે છે.
હાઇકોર્ટના વકીલે જણાવ્યું કે, જો પોલીસ કાર્યવાહી કરે તો શું કરવું જોઇએ?
હાઇકોર્ટના એક જાણીતા વકીલના જણાવ્યા અનુસાર, ભારતીય એડલ્ટ એક્ટ (Indian Adult Act) અનુસાર 18 વર્ષની યુવતી અને 21 વર્ષના યુવકને પોતાની ઇચ્છા પ્રમાણે સંબંધ બાંધવા અને લગ્ન કરવાનો અધિકાર છે. પુખ્ત યુવક-યુવતી કોઇપણ હોટલમાં રૂમ બુક કરી શકે છે. તેમણે પોતાનું આઇડી પ્રૂફ જમા કરાવવાનું રહેશે. આઇડી પ્રૂફ આપ્યા બાદ કોઇપણ હોટલ સંચાલક રૂમ બુક કરવા માટે ઇનકાર કરી શકે નહીં.
જો કોઇ અનમેરિડ પુખ્ત વયનું કપલ હોટલના રૂમમાં રોકાયું છે અને પોલીસ રેડ પાડે તો તેઓ પોલીસને પોતાના સંબંધો અંગે જણાવી શકે છે. પોલીસને આઇડી પ્રૂફ બાતવી શકે છે અને પોલીસની પરિવારજનો સાથે વાત કરાવી શકે છે.
આવા કેસમાં પોલીસ ઇમ્મોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કાર્યવાહી કરે છે. અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા માટે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જોઇ કોઇ યુવક-યુવતી રિલેશનશિપમાં છે અને તેમના પરિવાર આ સંબંધો વિશે જાણે છે તો પોલીસ તેમની સામે કોઇ કાર્યવાહી કરી શકે નહીં.
મોટાભાગે હોટોલોમાં કપલને પોલીસ એક્શનના ડરને કારણે પણ રૂમ આપવામાં આવતા નથી. બીજી બાજુ, સ્થાનિક તંત્ર પણ અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા માટે સમયાંતરે સૂચનો આપતું રહે છે, પરંતુ જે યુવક-યુવતીના સંબંધો અંગે તેમના પરિવારને જાણ છે તો તેમણે ડરવાની જરૂર નથી. તેઓ પોલીસ સાથે તેમની વાત કરાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર