... તો શિરડીના સાંઇબાબા પણ કરતા હોત મતદાન

News18 Gujarati
Updated: August 30, 2018, 9:36 AM IST
... તો શિરડીના સાંઇબાબા પણ કરતા હોત મતદાન
મહારાષ્ટ્રના એક વ્યક્તિએ શિરડીના સાંઇબાબાનું નામ મતદાતા યાદીમાં સામેલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

મહારાષ્ટ્રના એક વ્યક્તિએ શિરડીના સાંઇબાબાનું નામ મતદાતા યાદીમાં સામેલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

  • Share this:
મહારાષ્ટ્રના એક વ્યક્તિએ શિરડીના સાંઇબાબાનું નામ મતદાતા યાદીમાં સામેલ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તપાસમાં મામલો સામે આવ્યાં બાદ યુવક સામે પોલીસે કેસ નોંધ્યો છે. યુવક સામે આઇટી એક્ટની વિવિધ કલમો લાગી છે.

એક અજાણયા માણસે ચૂંટણી આયોગની ઓનલાઇન પ્રણાલી દ્વારા અહમદનગર જિલ્લાની શિરડી વિધાનસભામાં મતદાતા તરીકે શિરડી સાઇબાબાનું નામ ઉમેરવાનો પ્રયત્ન કર્યો
હતો.

ઓનલાઇન આવેલી અરજીઓની તપાસ દરમિયાન અધિકારીઓ સામે આ મામલો આવ્યો અને તેમણે પોલીસને આ જાણકારી આપી હતી. રાહતા પોલીસ સ્ટેશનના નિરીક્ષક અરૂણ પરદેશીએ કહ્યું કે આ ઘટના ગત ડિસેમ્બરની છે. તેમણે કહ્યું કે અજાણયા વ્યક્તિ સામે આઈટી કાયદાની વિવિધ કલમો અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

નોંધનીય છે કે શિરડી સાઇબાબાનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. અહીંયા દેશભરમાંથી લોકો દર્શન માટે આવે છે. એક અનુમાન પ્રમાણે પ્રતિદિન આશરે 60,000 લોકો શિરડીમાં દર્શન કરવા આવે છે. હવાઇ મથક તંત્રની ઇચ્છા આમાંથી 10થી 12 ટકા લોકો તેમની પાસે આવે તેવી છે. આ વર્ષ સાઇબાબાની 100મી પુણ્ય તિથિનું વર્ષ છે. આ હવાઇ અડ્ડાનું સ્વામીત્વ અને વિકાસ મહારાષ્ટ્ર્ હવાઇ મથક વિકાસ કંપનીએ કર્યું છે.
First published: August 30, 2018, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading