ઇકૉનોમી પર બોલ્યા મંત્રી - ઍરપોર્ટ-ટ્રેન ફુલ, લોકો લગ્ન કરી રહ્યા છે, ક્યાં છે મંદી

News18 Gujarati
Updated: November 15, 2019, 8:41 PM IST
ઇકૉનોમી પર બોલ્યા મંત્રી - ઍરપોર્ટ-ટ્રેન ફુલ, લોકો લગ્ન કરી રહ્યા છે, ક્યાં છે મંદી
ઇકોનોમી પર બોલ્યા મંત્રી - ઍરપોર્ટ-ટ્રેન ફુલ, લોકો લગ્ન કરી રહ્યા છે, ક્યાં છે મંદી

દેશની સુસ્ત અર્થવ્યવસ્થા પર સરકારના મંત્રીએ અજીબોગરીબ નિવેદન આપ્યું

  • Share this:
નવી દિલ્હી : દેશની સુસ્ત અર્થવ્યવસ્થા (Economic Slowdown) પર સરકારના મંત્રીએ અજીબોગરીબ નિવેદન આપ્યું છે. રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડી (Suresh Angadi)એ કહ્યું હતું કે આ બધા વિપક્ષની નકામી નિવેદનબાજી છે. એરપોર્ટ પર જાવ તો તે ભરેલું હોય છે, રેલવેમાં ટ્રેનો પણ ભરેલી છે. મીડિયામાં લોકો આવી રહ્યા છે. કોઈના લગ્ન પણ અટક્યા નથી. આ બધી બાબતો બતાવે છે કે દેશની ઇકોનોમી ઘણી સારી છે. કેટલાક લોકો સરકારને બદનામ કરી રહ્યા છે. દર ત્રણ વર્ષમાં એક વખત એવો સમય આવે છે જ્યારે કહેવાય છે કે ઇકોનોમી સુસ્ત છે. જોકે આ પછી તરત બધુ ઠીક થઈ જાય છે. આ બધુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)છાપ ખરાબ કરવા માટેનો પ્રયત્ન છે.

સુરેશ અંગાડી કર્ણાટકથી બીજેપી સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં રેલ રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. તે ટુંડા ખુર્જા ફ્રેટ કોરિડોરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અંગાડીએ કહ્યું હતું કે કેટલાક લોકો આ દિશામાં કશું જ કરતા નથી તે ફક્ત પીએમ મોદીની છાપ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. લોકો લગ્ન કરી રહ્યા છે. એરપોર્ટ અને ટ્રેનો હાઉસફુલ છે. આવા સમયે મંદી ક્યાં છે. દર ત્રણ વર્ષમાં આવી સ્થિતિ થાય છે પણ આવામાં સ્થિતિ ઠીક પણ જલ્દી થઈ જાય છે.

આ પણ વાંચો - ટ્રેનમાં ચા, નાસ્તો અને ભોજન મળશે મોંઘુ, નવા ભાવ 120 દિવસ બાદ થશે અમલી

ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટીઓ દેશની અર્થવ્યવસ્થાને લઈને સરકાર ઉપર નિશાન સાધી રહી છે. આવનાર શીતકાલીન સત્રમાં આ મુદ્દા પર સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે હિન્દી ફિલ્મો થોડા દિવસોમાં 250 થી 300 કરોડના વેપાર કરે છે. આવામાં મંદી ક્યાં છે. આ મુદ્દે વિવાદ થયો તો તેમણે માફી માંગી લીધી હતી.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com