મંત્રીનું વિચિત્ર નિવેદન: ફિલ્મો એક દિવસમાં 120 કરોડની કમાણી કરે છે તો પછી મંદી ક્યાંથી હોય?

News18 Gujarati
Updated: October 12, 2019, 10:22 PM IST
મંત્રીનું વિચિત્ર નિવેદન: ફિલ્મો એક દિવસમાં 120 કરોડની કમાણી કરે છે તો પછી મંદી ક્યાંથી હોય?
એક દિવસમાં 120 કરોડ રુપિયા કમાણી કરી છે ફિલ્મો તો ક્યાં છે મંદી : રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દેશની અર્થવ્યવસ્થા મંદીનો શિકાર હોવાના સવાલ પર કટાક્ષ કર્યો

  • Share this:
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) દેશની અર્થવ્યવસ્થા (Economy) મંદીનો શિકાર હોવાના સવાલ પર કટાક્ષ કર્યો હતો. તેમણે એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે જ્યારે દેશમાં એક જ દિવસમાં ત્રણ ફિલ્મો મળીને 120 કરોડ રુપિયા કમાણી કરી રહી છે તો તમે કેવી રીતે કહીં શકો કે મંદી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમની સાથે બીજેપીની નેતા શાઇના એનસી પણ હાજર હતી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે હું અટલ બિહારી વાજપેયી સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી હતો. જેથી મને પણ કેટલીક જાણકારી છે. હાલ એક ટ્રેડ એનાલિસ્ટે જાણકારી આપી છે કે 2 ઑક્ટોબરે નેશનલ હૉલિડેના કારણે 3 ફિલ્મોએ એક દિવસમાં 120 કરોડ રુપિયાની કમાણી કરી છે. જ્યારે દેશમાં અર્થ વ્યવસ્થા સારી છે ત્યારે જ આ કમાણી થઈ રહી છે. આવા સમયે મંદી ક્યાં છે.

આ પણ વાંચો - ભારે આર્થિક સંકટમાં છે સંયુક્ત રાષ્ટ્ર, લીફ્ટ AC કર્યા બંધ

રવિશંકર પ્રસાદ પ્રેસ કોન્ફરન્સમાં રોજગારના મુદ્દે કરેલા સવાલ પર ભડકી ગયા હતા. તેમને હાલમાં આવેલા રોજગાર પર એનએસએસઓ (NSSO)ના રિપોર્ટ પર સવાલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ રિપોર્ટ ખોટો છે, કેટલાક લોકો માટે ફેશન બની ગઈ છે કે સામાન્ય લોકોને ગુમરાહ કરે. સરકારે ઘણા સેક્ટરમાં જૉબ આપી છે. જેનો આ રિપોર્ટમાં સમાવેશ કરાયો નથી. હું તમને 10 ડેટા આપી શકું છું જે આ રિપોર્ટમાં સામેલ નથી. આ ડેટા રિપોર્ટમાં કેમ નથી. ઇલેક્ટોનિક મેન્યુફેક્ચરિંગમાં, આઈટી ક્ષેત્રમાં, મુદ્રા લોનમાં, કોમન સર્વિસ સેક્ટરમાં. અમે ક્યારેય કહ્યું ન હતું કે સરકાર બધાને નોકરી જ આપશે. કેટલાક લોકો યોજનાબદ્ધ રીતે ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर