મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને એક યુવકે થપ્પડ મારી દીધી હતી. જોકે આ પછી આઠવલેના સમર્થકોએ યુવકની જોરદાર પિટાઈ કરી હતી. આ ઘટના મુંબઈના અંબરનાથ નગરપાલિકા વિસ્તારની છે. જ્યાં રામદાસ આઠવલે પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ થપ્પડના વિરોધમાં પાર્ટી દ્વારા આજે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરવામાં આવી છે.
યુવકની ઓળખાણ પ્રવીણ ગોસાઈના રુપમાં થઈ છે. પોલીસે તેની સામે એફઆઈઆર નોંધી છે. પોલીસે જણાવ્યું હતું કે ભાષણ આપ્યા પછી આઠવલે સ્ટેજ ઉપરથી ઉતરી રહ્યા હતા તે દરમિયાન યુવકને તેમને થપ્પડ મારી દીધી હતી. આ પછી આઠવલેની પાર્ટી આરપીઆઈના કાર્યકર્તા તે યુવક પર તુટી પડ્યા હતા.
આઠવલેના સમર્થકોની પિટાઈથી તે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો,જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે આઠવલેના સમર્થક ઇચ્છતા હતા કે યુવક આઠવલેની માફી માંગે પણ આ પહેલા જ સમર્થકોએ યુવકની પિટાઇ શરુ કરી દીધી હતી.
આઠવલે પર આ હુમલા પછી મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના ઘરની બહાર જમા થયા હતા. પાર્ટીએ હુમલાને ષડયંત્ર ગણાવી 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર