શિવસેના, NCP અને કૉંગ્રેસ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપી શકશે નહીં : ગડકરી

News18 Gujarati
Updated: November 22, 2019, 6:29 PM IST
શિવસેના, NCP અને કૉંગ્રેસ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપી શકશે નહીં : ગડકરી
શિવસેના, NCP અને કૉંગ્રેસ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપી શકશે નહીં : ગડકરી

ત્રણેય દળ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે એકસાથે આવી રહ્યા છે : ગડકરી

  • Share this:
રાંચી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ શિવસેના (Shiv sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસના (Congress)ગઠબંધન ઉપર પ્રહાર કર્યો છે. ગડકરીએ કહ્યું હતું કે ત્રણેય દળોની વિચારધારામાં ઘણો મતભેદ છે. ત્રણેય દળ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે એકસાથે આવી રહ્યા છે. આ ગઠબંધન મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપી શકશે નહીં. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રસાર માટે રાંચી આવેલા ગડકરીએ કહ્યું હતું કે અલગ-અલગ વિચારધારાવાળી આ પાર્ટીઓ દ્વારા કરેલ ગઠબંધન ફક્ત ભાજપાને સત્તાથી બહાર રાખવા માટે કર્યું છે. જે દૂર્ભાગ્યપૂર્ણ છે.

ગડકરીએ કહ્યું હતું કે અવસરવાદિતા તેમના ગઠબંધનનો આધાર છે. આ ત્રણેય પાર્ટીઓ ફક્ત ભાજપાને સત્તામાંથી બહાર કરવાના ઉદ્દેશ્થી એકજુટ થયા છે. મને શંકા છે કે આ સરકાર બનશે તો પણ છ-આઠ મહિનાથી વધારે ચાલશે નહીં.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કૉંગ્રેસ, શિવસેના અને NCPની બેઠક શરુ

શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી ગઠબંધન તુટવાની સ્થિતિમાં ભાજપા સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે. તેના પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આવી પરિસ્થિતિ ઉભી થતા પાર્ટી પોતાના ભવિષ્યની રણનીતિ ઉપર નિર્ણય કરશે.

સાવ અલગ-અલગ વિચારધારાવાળી પાર્ટીઓના સરકાર બનાવવા કટાક્ષ કરતા ગડકરીએ કહ્યું હતું કે ક્રિકેટ અને રાજનીતિમાં કશું પણ થઈ શકે છે. શિવસેના અને ભાજપાનું ગઠબંધન હિન્દુત્વ પર આધારિત હતું. જ્યારે મેં તપાસ કરી તો શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાની વાત ખોટી સાબિત થઈ છે. મુખ્યમંત્રી તે દળથી હોવો જોઈએ, જેની પાસે વધારે જનાદેશ છે. મુખ્યમંત્રી કોણ હોય તે મહારાષ્ટ્ર પાર્ટી અધ્યક્ષ, રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર નિર્ભર કરે છે. અમે પુરતો પ્રયત્ન કર્યો હતો.

 
First published: November 22, 2019, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading