યૌન શોષણ સામે શરૂ થયેલ #MeToo કેમ્પેઈન સતત જોર પકડી રહ્યું છે. ઘણી મહિલાઓ મનોરંજન અને મીડિયા જગતમાં થયેલા યૌન શોષણ સાથે જોડાયેલા પોતાના અનુભવો સતત શેર કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કથિત યૌન શોષણનો શિકાર બનેલી મહિલાઓએ પોતાના કથિત ગુનેગારોના નામ સાર્વજનિક કર્યા છે. આ પછી સોશિયલ મીડિયા પર આવા નામો સતત વધી રહ્યા છે.
આ યાદીમાં વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરનું નામ પણ બહાર આવ્યું છે. એમજે અકબર પર ઓછામાં ઓછી ચાર મહિલાઓએ આરોપ લગાવ્યો છે. સૌથી પહેલા આ ક્રમમાં પત્રકાર પ્રિયા રમાનીએ ગત વર્ષે મેગેઝીનની એક સ્ટોરીમાં તેમનું નામ લીધા વગર ખોટા વ્યવહાર વિશે લખ્યું હતું. હવે તેણે એક ટ્વિટ દ્વારા એમજે અકબરનું નામ લખીને તેની ઉપર આરોપ લગાવ્યા છે.
ધ ટેલિગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન જેવા પ્રતિષ્ઠિત અખબારોના સંપાદક રહી ચુકેલા એમજે અકબર હાલ બીજેપી તરફથી રાજ્યસભાના સાંસદ છે.
I began this piece with my MJ Akbar story. Never named him because he didn’t “do” anything. Lots of women have worse stories about this predator—maybe they’ll share. #ultihttps://t.co/5jVU5WHHo7
પોતાના આર્ટિકલમાં રમાનીએ લખ્યું હતું કે અકબર ફોન ઉપર અશ્લિલ વાતો કરવા, મેસેજ કરવા, ખરાબ કોમ્પ્લીમેંટ્સ આપવામાં માહેર છે. બોલવાની તમારી એ કિંમત ચુકાવવી પડે છે જેના માટે ઘણી મહિલાઓ તૈયાર હોતી નથી.
તે વિસ્તારથી લખે છે કે કેવી રીતે અકબરે તેને અસહજ મહેસુસ કરાવી હતી. 43 વર્ષના અકબરે 23 વર્ષની ઉંમરમાં તેને પોતાની દક્ષિણ મુંબઈમાં આવેલી આલિશાન હોટલમાં નોકરીના ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી. રમાનીએ આરોપ લગાવ્યો હતો કે હોટલની લોબીમાં મળવાના બદલે અકબરે પોતાના રૂમમાં મળવા માટે બોલાવી હતી અને ડ્રિંકની ઓફર કરી હતી.
જોકે તેણે ના પાડી દીધી હતી. આમ છતા અકબરે વોડકા પીને તેના માટે જુના ગીતો ગાયા હતા અને રમાનીને નજીક બેસવા કહ્યું હતું. હાલ એમજે અકબરે આ વિશે કોઈ પ્રતિક્રીયા આપી નથી. હાલ તે નાઇજીરિયામાં છે.
I must clarify, however, that he didn't actually "do" anything. But the whole experience of an interview sitting on a bed in a hotel room followed by an invitation to come over for a drink that evening, was rattling and deeply uncomfortable.
રમાનીના આ આરોપ પછી ઘણી અન્ય મહિલા પત્રકારોએ પણ પોતાની કહાની બતાવી હતી. શુમા રાહા નામની એક મહિલા પત્રકાર લખે છે કે 1995માં જ્યારે અકબર એશિયન એજના સંપાદક હતા ત્યારે કોલકાતાની તાજ બંગાળ હોટલના એક રુમમાં ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી.
અકબરે કશું જ કહ્યું ન હતું પણ હોટલના એક રુમમાં બેડ પર બેસીને થયેલા ઇન્ટરવ્યુ પછી તે સાંજે પીવા માટે નિમંત્રણ ઘણું અસહજ કરનાર હતું. આ પછી શુમાએ જોબ ઓફર ફગાવી દીધી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર