કાશ્મીર પર UNHCRનો રિપોર્ટ : શું કાશ્મીરમાં થાય છે માનવ અધિકારોનું ઉલ્લંઘન?

News18 Gujarati
Updated: June 16, 2018, 4:28 PM IST
કાશ્મીર પર UNHCRનો રિપોર્ટ : શું કાશ્મીરમાં થાય છે માનવ અધિકારોનું ઉલ્લંઘન?
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પ્રકાશ કટોચ

કાશ્મીર અને પાકિસ્તાનના નિયંત્રણવાળા કાશ્મીર (Pok)માં કથિત માનવધિકાર ઉલ્લંધન પર જાહેર સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદ (UNHCR)ની રિપોર્ટે એક મોટો વિવાદ ઊભો કર્યો છે. ભારતે આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા તેને પૂર્વાગ્રહની ભરેલો, પક્ષપાતી અને ભ્રામક ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રમાં આ અંગે કડક શબ્દોમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે. અને UNHCRના રિપોર્ટને સંપૂર્ણ પણે પૂર્વગ્રહથી ભરેલો અને ખોટી છબી ઊભી કરવાના પ્રયાસરૂપ બતાવવામાં આવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદે ગુરુવારે જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનના નિયંત્રણવાળા કાશ્મીર એટલે કે પીઓકેમાં માનવ અધિકારોનું ઉલ્લંધન થાય છે કે કેમ તે અંગે પોતાની પહેલી રિપોર્ટ જાહેર કરી હતી. આ રિપોર્ટ મુજબ બંને જગ્યાએ માનવઅધિકાર ઉલ્લંધન મામલે આંતરાષ્ટ્રીય તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રની પહેલી રિપોર્ટમાં નિયંત્ર રેખા પર બંને દેશોની સ્થિતિ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જમ્મુ કાશ્મીર (કાશ્મીર ખીણ, જમ્મુ અને લડ્ડાખ ક્ષેત્ર) અને પાકિસ્તાનના નિયંત્રણવાળું કાશ્મીર (આઝાર જમ્મુ કાશ્મીર અને ગિલગિત-બાલ્ટિસ્તાન) વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ સમગ્ર રિપોર્ટમાં જમ્મુ કાશ્મીરમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જુલાઇ 2016 અને એપ્રિલ 2018 દરમિયાન કાશ્મીરમાં સુરક્ષાબળોના હાથે લગભગ 145 નાગરિકોની મોત થઇ છે. પણ આ રિપોર્ટમાં તેવી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ 145 લોકોમાંથી કેટલા આતંકી હતા અને કેટલા લોકોનો સંબંધ પાકિસ્તાન સાથે હતો. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત અવધિ દરમિયાન કાશ્મીરમાં સશસ્ત્ર સમૂહો એટલે કે ચરમપંથીઓએ 20 નાગરિકોને માર્યા. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષણના કમિશ્નર જૈદ બિન રાઅદ અલ હુસૈને જમ્મુ કાશ્મીરમાં વધુ સંયમ બનાવી રાખવાની માંગણી કરી છે. વળી હુસૈને ભારતીય સુરક્ષાબળો પર કોઇ કેસ ના ચલાવાની વાતનો પણ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ માનવ અધિકારોના ઉલ્લંઘન મામલે ભારતીય સુરક્ષાબળો પર કોઇ કેસ દાખલ કરવામાં નથી આવતો કારણ કે તે 1990 નિયમ હેઠળ આવે છે. અને આ નિયમ મુજબ સેનાને વધુ અધિકારો મળ્યા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જે સશસ્ત્ર દળ (જમ્મુ કાશ્મીર) વિશેષાધિકાર કાયદો, 1990 (AFSPA) અને જમ્મુ કાશ્મીર લોક સુરક્ષા અધિનિયમ, 1978 જેવા વિશેષ કાનૂન છે તે અહીં સામાન્ય સ્થિતિ ઊભી કરવામાં મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. તથા માનવઅધિકારોનું ઉલ્લંઘનના પીડિતોને ઉપચારાત્મક અધિકાર આપવામાં પણ અડચણ ઊભી કરે છે.
હુસૈને જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઇને માનવ અધિકાર કાઉન્સિલનું એક તપાસ આયોગ ગઠિત કરવાની પણ માંગણી કરાઇ છે. હુસૈનનું કહેવું છે કે 18 જૂને જેનેવામાં માનવઅધિકાર કાઉન્સીલનું જે ત્રણ અઠવાડિયાનું સત્ર મળવાનું છે તેમાં જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલા માનવ અધિકારોના ઉલ્લંઘનના તમામ કેસ અને રાજ્યની સામૂહિક કબરોની સ્વતંત્ર તપાસ માટે એક આયોગ બનાવાય.

જો કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદના રિપોર્ટને એકતરફી કહ્યો છે. બીજી તરફ આ રિપોર્ટમાં બલૂચિસ્તાનનો કોઇ પણ ઉલ્લેખ નથી. જ્યાં મનાઇ રહ્યું છે કે પાકિસ્તાન સેના દ્વારા નરસંહાર કરવામાં આવી રહ્યો છે અને અહીં તેવા નરસંહારની સામૂહિક કબર પણ છે. વળી પાકિસ્તાન દ્વારા આતંકને એક્સપોર્ટ કરવા મામલે પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અફધાનિસ્તાનમાં પાકિસ્તાન આયોજીત આતંકવાદને લઇને પણ રિપોર્ટમાં કંઇ નથી કહેવામાં આવ્યું.

પ્રતિકાત્મક તસવીર


કોણ છે હુસૈન?

જો કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના કમિશ્નર જૈદ બિન રાઅદ અલ હુસૈન પણ પોતાના વિચિત્ર રીતભાત માટે જાણીતા છે. વળી ધણીવાર તે પોતાના મુદ્દાથી હટીને પણ બોલે છે. જેમ કે સપ્ટેમ્બર 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રંપને કટ્ટર અને પક્ષપાતી ગણાવ્યા હતા.
એટલું જ નહીં હુસૈને રશિયા પર પણ ટિપ્પણી કરી હતી. જે પછી રશિયાએ હુસૈન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરી તેમને પોતાની સીમામાં રહેવા કહ્યું હતું. વધુમાં હાલમાં તેવા ઉદાહરણ પણ સામે આવ્યા છે કે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ લાંચ અપાતી હોય. જો કે આ મામલે તેવું થયું હોવાના કોઇ પુરાવા અમારી પાસે નથી. તે સિવાય સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ચીનનો હસ્તક્ષેપ પણ વધ્યો છે. અને ચીનની પાકિસ્તાન તરફી નીતિ પણ જગજાહેર છે.

સાથે જ, જે સમયે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે સમય પર પણ અનેક સવાલ ઊભા થાય છે. આ રિપોર્ટ તેવા સમયે જાહેર થયા છે જ્યારે ફાઇનેંશિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે. આ બેઠક 24 જૂનથી 29 જૂને થવાની છે. આ રિપોર્ટ દ્વારા કદાચ FATF બેઠકોમાં પાકિસ્તાનના બચાવની રણનીતિ બની શકે છે.

કારણ કે સંભાવના છે કે FATFની આગામી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટેડ કરવામાં આવે. તેવા સમયે ચીનનું પાકિસ્તાનને બચાવવું મુશ્કેલ થઇ શકે છે. જો કે ભારત આ રિપોર્ટને ફગાવીને પોતાનો જવાબ પહેલા જ રજૂ કરી ચૂક્યો છે. સાથે જ ભારત માટે આ યોગ્ય સમય છે કે તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત કરવામાં આવેલા કાશ્મીરને મુક્ત કરવા માટે પોતાની આવાજને મજબૂત કરે અને તે દિશામાં આગળ વધે.
First published: June 16, 2018, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading