યુપી કોંગ્રેસ ઓફિસમાં કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયકા ગાંધીની પ્રેસ કોન્ફરન્સ થઈ શકી ન હતી. પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આ સમય રાજનીતિ ચર્ચા કરવા માટે યોગ્ય નથી. પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉત્તર પ્રદેશના કોંગ્રેસની ઓફિસમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, દુઃખ પ્રગટ કરું છું. તેમના પરિવારોની વેદના હું સારી રીતે સમજું છું. હું જાણુ છું કે આ દુઃખના સમયમાં સાંત્વના માટે શબ્દ પ્રર્યાપ્ત હોતા નથી. આમ છતા શહીદ પરિવાર પાછળ ફક્ત કોંગ્રેસ નહીં પણ આખો દેશ ઉભો છે. જમ્મુ કાશ્મીરમાં અવાન નવાર આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, જે ઘણી ચિંતાનો વિષય છે. હું સરકારને માંગણી કરી છું કે આ ઘટનાઓને રોકવા માટે સખત પગલા ઉઠાવવામાં આવે.
આ પહેલા પ્રિયંકા ગાંધીએ સપા-બસપા ગઠબંધન સાથે સમજુતી કરવા પર મોટુ નિવેદન કર્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે સપા અને બસપા પાસે યૂપીમાં ગઠબંધનની વાત ભુલી જાવ. હવે નાના દળો સાથે સમજુતી કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર