10 વાગ્યા પછી જ ફટાકડા ફોડવાની બીજેપી સાંસદની જાહેરાતનું સુરસુરિયું!

સાંસદ ચિંતામણી માલવિય

સાંસદ ચિંતામણી માલવીયએ કહ્યું, "હું તો 10 વાગ્યા પછી જ ફટાકડા ફોડીશ."

 • Share this:
  ઉજ્જૈન સાંસદ ચિંતામણી માલવીય એ રાત્રે 9 કલાક 58 મિનીટ પર ફટાકડાં ફોડ્યાં હતા. પરંતુ પોલીસ તો પહેલેથી જ તેમના ઘરે હાજર હતી. હકીકતમાં સાંસદે એલાન કર્યુ કે તે સુપ્રીમ કોર્ટનો આદેશ માન્યા વગર મુહૂર્ત પ્રમાણે રાત્રે 10 વાગ્યા પછી જ ફટાકડા ફોડશે.

  સાંસદના આ એલાન બાદ માધવનગર પોલીસ અને તંત્રના અધિકારીઓ પહેલાં જ તેમના ઘરે જઈ પહોંચ્યા હતા, અને ટીમે ત્યાં ડેરો જમાવી દીધો હતો. રાત્રે લગભગ 9.30 કલાકે સાંસદને જણાવ્યું કે, જો આપે સુપ્રીમ કોર્ટના આદેશને ન માનીને રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડ્યા તો તમારા વિરુદ્ધ અનાદરનો કેસ દાખલ થઈ શકે છે.

  પોલીસની ખબર સાંભળીને મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ નારેબાજી શરૂ કરી દીધી. આખરે સાંસદ માની ગયા અને તેમણે સમય સીમા સમાપ્ત થાય તેની ઠીક બે મિનીટ પહેલાં 9 વાગે 58 મિનીટ પર તેમણે બોમ્બ ફોડ્યો.

  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સાંસદ ચિંતામણીએ કહ્યું હતું કે, હું તો 10 વાગ્યા પછી જ ફટાકડા ફોડીશ. પ્રશાસન આ ખબર પર એલર્ટ હતું કે ક્યાંક સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના ન થઈ જાય. સાંસદે સમય સીમામાં ફટાકડા ફોડી કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરું છું.
  Published by:Vinod Zankhaliya
  First published: