નવી દિલ્હીઃ આધાર ઓથોરિટીએ સુરત જિલ્લાની વહિવટી કચેરી ખાતે આધાર નંબર પરથી વ્યક્તિગત માહિતી મેળવવાની આપવામાં આવેલી સુવિધાનો દુરુપયોગ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. UIDAI(ધ યુનિક આઈડેન્ટિફિકેશ ઓફ ઇન્ડિયા) એ અજાણ્યા લોકો દ્વારા ફક્ત રૂ. 500માં આધારનો ડેટા મળતો હોવાના રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. UIDAIનું કહેવું છે કે તેમની ડેટા સુરક્ષિત રાખવાની રીત યોગ્ય છે, તેમજ ડેટાના દુરુપયોગની માહિતી મેળવી શકાય છે. તેનું કહેવું છે કે તેમની પાસે દરેક ગતિવિધિની સંપૂર્ણ જાણકારી છે.
ઓથોરિટી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આધારની કોઈ જાણકારી લીક નથી થઈ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બાયોમેટ્રિક જાણકારી સહિત આધારનો સંપૂર્ણ ડેટા સુરક્ષિત છે.' ઓથોરિટી તરફથી આવું નિવેદન ત્યારે આપવામાં આવ્યું છે જ્યારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રૂ. 500માં વોટ્સએપ પર આધારનો ડેટા પુરો પાડવામાં આવી રહ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકોની મદદ અને તકલીફોને દૂર કરવા માટે રાજ્યના પસંદગીના અમુક કર્મચારીઓને જ આધાર નંબરની મદદથી જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધા આપવામાં આવી છે. જો કોઈ ગેરરીતિ થાય તો તે અંગે માહિતી મેળવી તેની સામે કાર્યવાહી કરી શકાય છે. આ માટે અમારી સિસ્ટમ પુરી રીતે સક્ષમ છે. જે કેસ સામે આવ્યો છે તે લોકોની સમષ્યા નિવારણ માટે આપવામાં આવેલી સુવિધાનો દુરુપયોગ થયાનો છે. અમે આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર