ટ્રાઇ ચીફનો આધાર ડેટા લીક : હેકર્સના દાવાને UIDAIએ ફગાવ્યો

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધ્યક્ષ આરએસ શર્માએ શનિવારે પોતાનો 12 આંકડાનો આધાર નંબર જાહેર કરી દીધો હતો. આ સાથે તેમણે ચેલેન્જ કરી હતી કે આધાર નંબર મળ્યા પછી કોઈપણ તેમનો ડેટા હેક કરી શકે નહીં. તેમની આ ચેલેન્જ પછી થોડીક જ મિનિટોમાં ટ્વિટર પર એક વ્યક્તિએ પર્સનલ જાણકારી ચોરી લેવાનો દાવો કર્યો હતો. જોકે UIDAIએ આ દાવાને ફગાવી દેતા કહ્યું હતું કે આ વ્યક્તિએ શર્માની પર્સનલ જાણકારી આધાર ડેટાબેસથી ચોરી નથી.

  ફ્રાન્સના ઇલિયટ એલ્ડરસન નામના એક સુરક્ષા જાણકારે @fsoc131y નામના ટ્વિટર હેન્ડલથી ઘણા બધા ટ્વિટમાં દાવો કર્યો હતો કે તેણે આરએસ શર્માના આધાર નંબર દ્વારા તેમના જીવન સાથે જોડાયેલ ઘણા આંકડા મેળવી લીધા છે. જેમા શર્માનું સરનામું, બર્થ ડે ડેટ, વૈકલ્પિક ફોન નંબર, પાન નંબર વગેરે જારી કરી દીધા હતા. આ સાથે શર્માને કહ્યું હતું કે આધાર સંખ્યા સાર્વજનિક કરવાથી ઘણા ખતરા આવી શકે છે.

  ઇલિયટના આ દાવાને ફગાવતા યુનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ કહ્યું હતું કે ટ્વિટર પર આરએસ શર્મા સાથે જોડાયેલી જે પણ જાણકારી પોસ્ટ કરવામાં આવી છે તે આધારના ડેટાબેસ કે યુઆઈડીએઆઈના સર્વરથી કાઢવામાં આવી નથી. UIDAIએ કહ્યું હતું કે આરએસ શર્મા સરકારી અધિકારી છે અને આ કથિત હેક્ડ જાણકારી સાર્વજનિક રીતે ગુગલ અને અન્ય વેબસાઇટ્સ પર ઘણા વર્ષોથી ઉપલબ્ધ છે.

  આરએસ શર્માએ આધાર નંબર જાહેર કરતા ઘણા લોકોએ ટ્વિટર પર તેના સિમનો ક્લોન બનાવવાનો, તેમનો જી-મેલ હેક કરવાના દાવો કર્યો છે. એક વ્યક્તિએ લખ્યું હતું કે સર, મેં તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને નકલી આધાર બનાવી લીધું છે. જેને મેં ફેસબુક અને એમેઝોન ક્લાઉડ પર અપલોડ કરી દીધું છે. બંનેએ તેને પ્રુફ તરીકે સ્વિકાર કરી લીધો છે. હવે હું તમારા નામ પરથી તેમની સેવાઓ લઈ રહ્યો છું.
  Published by:Ashish Goyal
  First published: