UGCએ રાજ્ય સરકારોને નકલી યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા લખ્યો પત્ર

News18 Gujarati
Updated: January 6, 2019, 7:36 AM IST
UGCએ રાજ્ય સરકારોને નકલી યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા લખ્યો પત્ર
યુજીસીએ રાજ્ય સરકારોને નકલી યૂનિવર્સિટી સામે કાર્યવાહી કરવા લખ્યો પત્ર

યુજીસીએ 24 નકલી યૂનિવર્સિટીના યાદી જાહેર કરેલી છે

  • Share this:
ઉચ્ચ શિક્ષા નિયામક, યુજીસીએ મુખ્ય સચિવો, શિક્ષા સચિવો અને સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રધાન સચિવોને તે નકલી યૂનિવર્સિટી સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર મોકલ્યો છે. જે સંબંધિત રાજ્યોમાં કામ કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે યુજીસીએ 24 નકલી યૂનિવર્સિટીના યાદી જાહેર કરેલી છે. જે પોતાની વેબસાઇટ www.ugc.ac.in પર છે.

એચઆરડી રાજ્યમંત્રી સત્યપાલ સિંહે રાજ્યસભામાં કહ્યું હતું કે ભારતીય શિક્ષા પરિષદ, લખનઉ યુજીસી અધિનિયમ 1956ની કલમ 2 (એફ) પ્રમાણે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. રાજસ્થાનમાં કોઈ પણ નકલી યૂનિવર્સિટીની ઓળખ થઈ નથી. મહારાષ્ટ્રમાં રાજા અરબીક યુનિવર્સિટી, નાગપુરની ઓળખ નકલી યુનિવર્સિટીના રુપમાં થઈ છે.

આ પણ વાંચો - એશિયાની પ્રથમ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજનો દાવો કરતી NIEM બોગસ સંસ્થા!

આ સિવાય મંત્રીના મતે યુજીસીએ વિત્ત વર્ષ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણ સંસ્થાઓને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે. યુજીસીએ 13 નવેમ્બર 2018ના રોજ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશનો લેટર મોકલ્યા હતા.

આ પણ વાંચો - NIEM બોગસ ડિગ્રી કૌભાંડ : સંસ્થા બચાવવા સંચાલકો મેદાને

ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યૂઝ18એ રિપોર્ટ આપ્યો હતો કે એશિયાની પ્રથમ ઇવેન્ટ મેનેજમેન્ટ કોલેજનો દાવો કરતી અને અમદાવાદ, પુણે તથા મુંબઈમાં ચાલતી 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ' (NIEM) નામની સંસ્થા ખરેખર તો બોગસ અને માન્યતા વગરની સંસ્થા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ સંસ્થા માતબર રકમ ઉઘરાવીને બોગસ ડિગ્રીઓનો માત્ર વેપલો ચાલવતી હોવાનું સામે આવ્યું છે.
First published: January 5, 2019, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading