ગત 5 જાન્યુઆરીએ સિતારગંજના ટાગોર નગરમાં ચોરી અને નશાખરીનો આરોપ લગાવી સગીર છોકરાને મારમારનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, તોફાની તત્વોએ પહેલા 14 વર્ષના સગીર વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી સાર્વજનિક સ્થળ પર જૂતા-ચપ્પલ દ્વારા માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો.
એટલું જ નહીં આ વીડિયો પાછો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. હવે આ મામલે એસએસપીના આદેશ બાદ પોલીસે સગીરને માર મારનાર 6 લોકોની ધરપકડ કરી છે. આ છ લોકો સામે સિતારગંજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર