નાગરિકતા બિલ : શિવસેનાએ કહ્યું - સરકાર જ્યાં સુધી સવાલોના જવાબ નહીં આપે, સમર્થન નહીં

News18 Gujarati
Updated: December 10, 2019, 6:32 PM IST
નાગરિકતા બિલ : શિવસેનાએ કહ્યું - સરકાર જ્યાં સુધી સવાલોના જવાબ નહીં આપે, સમર્થન નહીં
નાગરિકતા બિલ : શિવસેનાએ કહ્યું - જ્યાં સુધી સવાલોના જવાબ નહીં મળે, સમર્થન નહીં

અમે રાજ્યસભામાં નાગરિકતા સંશોધનમાં કેટલાક ફેરફારની સલાહ આપી છે - ઉદ્ધવ ઠાકરે

  • Share this:
નવી દિલ્હી : લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill)નું સમર્થન કરનાર શિવસેનાએ હવે મોદી સરકારની નિયતી ઉપર સવાલ ઉભા કર્યા છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું છે કે અમે નાગરિકતા સંશોધન બિલ પર આગળ ત્યાં સુધી સરકારનું સમર્થન નહીં કરીએ જ્યાં સુધી અમારા સવાલોના જવાબ ના મળી જાય.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જે કોઈ અસહમત હોય છે, તે દેશદ્રોહી હોય છે. તે બીજેપીનો ભ્રમ છે. આ એક ભ્રમ છે કે ફક્ત બીજેપીને જ દેશની ચિંતા છે. અમે રાજ્યસભામાં નાગરિકતા સંશોધનમાં કેટલાક ફેરફારની સલાહ આપી છે. અમે ઇચ્છીએ છીએ કે રાજ્યસભામાં તેને ગંભીરતાથી લેવામાં આવે. સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે શરણાર્થી ક્યાં રહેશે? કયા રાજ્યમાં રહેશે?

મુસ્લિમોને નાગરિકતા સંશોધન બિલમાં કેમ સામેલ ન કર્યા? અમિત શાહે જણાવ્યું આ કારણ

મહારાષ્ટ્રના સીએમે કહ્યું હતું કે શિવસેના કોઈને સારું કે ખરાબ લગાડવા માટે કશું કરતી નથી. અમારા માટે દેશ સૌથી આગળ છે. નાગરિકતા બિલને લઈને સોમવારે જ અમે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી. શિવસેનાએ લોકસભામાં બિલના સમર્થનમાં વોટ કર્યો હતો. ઘુસણખોરોને બહાર કરવો જ અમારી પ્રમુખ ભૂમિકા રહી છે. શિવસેનાએ કયો સ્ટેન્ડ લેવો એ કોઈને બતાવવાની જરુરત નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વિધેયક પર વિસ્તૃત ચર્ચા જરુરી છે. મોદી સરકાર આ વિધેયકને લાગુ કરવા કરતા વધારે અર્થવ્યવસ્થા, નોકરી સંકટ અને વધી રહેલી મોંઘવારી પર ચિંતિત થવું જોઈએ. આપણે એ ધારણાને બદલવી પડશે કે આ વિધેયક અને ભાજપાને સમર્થન કરનાર દેશભક્ત છે અને જે વિરોધ કરી રહ્યા છે તે રાષ્ટ્ર દ્રોહી છે.
First published: December 10, 2019, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading