બીજેપી સરકાર નહીં બનાવે તો અમારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે : ઉદ્ધવ ઠાકરે
News18 Gujarati Updated: November 8, 2019, 7:24 PM IST

બીજેપી સરકાર નહીં બનાવે તો અમારી પાસે બધા વિકલ્પો ખુલ્લા છે : ઉદ્ધવ ઠાકરે
મેં બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે શિવસેનાનો મુખ્યમંત્રી બનશે અને આ માટે મને કોઈને જરુર નથી - ઉદ્ધવ ઠાકરે
- News18 Gujarati
- Last Updated: November 8, 2019, 7:24 PM IST
મુંબઈ : મહારાષ્ટ્રની રાજનીતિમાં બીજેપી અને શિવસેના વચ્ચેની કડવાહટ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો જવાબ આપતા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે બીજેપી જેવા નથી, જે વાયદો કરીએ છીએ તેને નિભાવીએ છીએ. બીજેપીએ ફક્ત 5 વર્ષની રાજનીતિ કરી છે. મેં અમિત શાહ સાથે સીએમ પોસ્ટ ઉપર વાત કરી હતી. અમે ડિપ્ટી સીએમ માટે તૈયાર ન હતા.
પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ફડણવીસે મને ખોટો બતાવ્યો છે. અમે બીજેપીને પોતાનો દુશ્મન માનતા નથી પણ તેમણે ખોટું બોલવું જોઈએ નહીં. ખુરશી કોઈને કેવા બનાવી દે છે. અમે ફડણવીસના કારણે જ બીજેપી સાથે ગઠબંધન યથાવત્ રાખ્યું હતું. અમે ક્યારેય પ્રધાનમંત્રી મોદી જી ની ટીકા કરી નથી. મોદી જી એ મને નાનો ભાઈ કહ્યો હતો.
આ પણ વાંચો - દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - સીએમ પદ માટે 50-50 ફોર્મ્યુલા ઉપર વાત થઈ નથીઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે દિલ્હી ગયા ન હતા, અમિત શાહ આવ્યા હતા. મેં બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે શિવસેનાનો મુખ્યમંત્રી બનશે અને આ માટે મને કોઈને જરુર નથી. મુખ્યમંત્રી પદ માટે અઢી-અઢી વર્ષની વાત થઈ હતી. ભાજપા મીઠુ-મીઠુ બોલીને અમને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પ્રથમ વખત કોઈએ કહ્યું છે ઠાકરે ખોટુ બોલ્યા છે. મને એ વાતનું દુખ છે કે શિવસેના પ્રમુખ, તેના પુત્ર પર ખોટા હોવાનો આરોપ લગાવ્યો છે. અમારી ઉપર કેટલા પણ જુઠા હોવાના આરોપ લગાવો પણ જનતા જાણે છે કે કોણ ખોટુ બોલે છે.
આરએસએસ વિશે ઉદ્ધવે કહ્યું હતું કે આરએસએસ પ્રત્યે અમને ઘણું સન્માન છે. આરએસએસને એ વિચાર કરવો જોઈએ કે ખોટુ બોલવું કોની સંસ્કૃતિ છે. રામ મંદિર ઉપર સરકારે શ્રેય લેવો જોઈએ નહીં. રામ મંદિર કોર્ટનો નિર્ણય છે. મારે ખોટો સંબંધ રાખવો નથી. અમે ક્યારેય એનસીપી અને કૉંગ્રેસ સાથે વાત કરી નથી. અમારી પાસે સરકારનો વિકલ્પ ખુલ્લો છે. જો બીજેપી સરકાર નહીં બનાવે તો અમારી પાસે બધા વિકલ્પો છે. બીજેપીએ અમને સીએમ પદ આપવું જ પડશે.

Loading...