મહારાષ્ટ્ર : 3 ડિસેમ્બરે નહીં, શનિવારે જ બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર

News18 Gujarati
Updated: November 29, 2019, 9:15 PM IST
મહારાષ્ટ્ર : 3 ડિસેમ્બરે નહીં, શનિવારે જ બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર
મહારાષ્ટ્ર : 3 ડિસેમ્બરે નહીં, શનિવારે જ બહુમત સાબિત કરશે ઉદ્ધવ સરકાર - સૂત્ર

સૂત્રોના મતે સીએમ ઉદ્ધવ ઠાકરે ઇચ્છે છે કે જલ્દી ફ્લોર ટેસ્ટ પાસ કરીને પોતાની કેબિનેટનો વિસ્તાર કરે

  • Share this:
મુંબઈ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)મહારાષ્ટ્રના (Maharashtra)મુખ્યમંત્રી બની ગયા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ઠાકરે સરકાર શનિવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે. સૂત્રોના મતે સીએમ ઉદ્ધવ ઠાકરે ઇચ્છે છે કે જલ્દી ફ્લોર ટેસ્ટ પાસ કરીને પોતાની કેબિનેટનો વિસ્તાર કરે. આ માટે પ્રોટેમ સ્પિકર સાથે વાતચીત પણ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બહુમત સાબિત કરવા માટે ઉદ્ધવ ઠાકરેને 3 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જોકે સૂત્રોના મતે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકાર શનિવારે જ ફ્લોર ટેસ્ટ આપવા માટે તૈયાર છે. વિધાનસભામાં બહુમત પરિક્ષણ પહેલા બીજેપીના પ્રોટેમ સ્પિકર કાલિદાલ કોલંબકરના સ્થાને એનસીપી નેતા દિલીપ વાલસે પાટિલની નિમણૂક કરવામાં આવી છે.

ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉપમુખ્યમંત્રી પદને લઈને એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે મતભેદ વધી ગયો છે. આવામાં બંને પાર્ટીઓને ખુશ કરવા માટે બે ડિપ્ટી સીએમ બનાવી શકાય છે. પહેલા ખબર હતી કે એનસીપી નેતા અજીત પવાર ઉપ-મુખ્યમંત્રી બની શકે છે.

આ પણ વાંચો - 'ઠાકરે અને મોદી ભાઈ-ભાઈ' : મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા

ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી તેની સામે સૌથી મોટો પડકાર ત્રિપક્ષીય ગઠબંધનને સાધવાનું છે. એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે ભલે સમજુતીની વાત કરવામાં આવી રહી હોય પણ અંદરખાને હજુ પણ કાંઇક ચાલી રહ્યું છે. કૉંગ્રેસના એક નેતાએ જણાવ્યું છે કે ગુરુવારે થયેલી બેઠકમાં બધી પાર્ટીઓએ ગૃહ, શહેરી વિકાસ, રાજસ્વ, હાઉસિંગ એન્ડ કોઓપરેશન મંત્રાલયો ઉપર પોતાનો દાવો ઠોક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે સ્પિકરનું પદ લેવાથી ઇન્કાર કર્યો છે. આ પછી કૉંગ્રેસે ડિપ્ટી સીએમ અને વધુ એક વધારાના મંત્રી પદની માંગણી રાખી છે.
First published: November 29, 2019, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading