બુલેટ ટ્રેનના નામ માટે લોકો પાસેથી માંગી હતી સલાહ, આવ્યા આવા નામો

એક નામ પુલવામાં શહીદ એક્સપ્રેસ રાખવું જોઈએ તેવી સલાહ પણ આવી છે

News18 Gujarati
Updated: June 3, 2019, 9:32 PM IST
બુલેટ ટ્રેનના નામ માટે લોકો પાસેથી માંગી હતી સલાહ, આવ્યા આવા નામો
File Photo
News18 Gujarati
Updated: June 3, 2019, 9:32 PM IST
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નિર્માણ કરી રહી છે. સોશિયલ મીડિયા ઉપર એક સ્પર્ધા દ્વારા NHSRCLએ લોકો પાસેથી બુલેટ ટ્રેનના નામને લઈને સલાહ માંગી હતી. આ સલાહ સિટીઝન ઇંગેજમેન્ટ પ્લેટફોર્મ mygov.in પર માંગી હતી. દેશના નાગરિકોએ બુલેટ ટ્રેન માટે ઘણા મજેદાર અને સારા નામ આપ્યા છે. જેમાં ઉડનતશ્તરી, મહાત્મા, વિદ્યુત, ચેતક, બુલેટ ભારત, અશ્વમેઘ, વાયુ પુત્ર જેવા નામ સામેલ છે.

mygov.in પ્લેટફોર્મ ઉપરાંત લોકોએ એજન્સીને ટ્વિટર અને ફેસબુક દ્વારા પણ નામો આપ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ટ્રેનના નામની પૃષ્ટી કરવામાં આવી શકે છે.

ટ્રેનના નામ સિવાય બુલેટ ટ્રેન માટે મેસ્કોટ ડિઝાઈન પણ મંગાવી હતી. આ બધા માટે નામ મોકલવાનો અંતિમ દિવસ 25 માર્ચ 2019 હતો. અંતિમ દિવસ સુધી લગભગ 22 હજાર સલાહો આપી છે. જેમાં 4400 મેસ્કોટ માટે છે. સેલેક્શન પ્રોસેસને નિષ્પક્ષ રાખવા માટે એક સરકારી સંસ્થાને નામો શોર્ટલિસ્ટ કરવાની જવાબદારી આપી છે.

આ પણ વાંચો - ખેડૂતો આનંદો, દેશમાં વરસાદનું આગમન, ગુજરાતમાં 12 જૂને પધારશે

પુલવામાં શહીદ એક્સપ્રેસ નામ રાખવાની પણ સલાહ

એક નામ પુલવામાં શહીદ એક્સપ્રેસ રાખવું જોઈએ તેવી સલાહ પણ આવી છે. આ નામ તે 40 જવાનોની યાદમાં આપવામાં આવ્યા છે જે 14 ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.
Loading...

500 કિલોમીટર લાંબી આ બુલેટ ટ્રેન પરિયોજનાનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં થયો હતો. ભારતની પ્રસ્તાવિત પ્રથમ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલશે. સરકારે ભારતના 75માં સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધી આ પરિયોજનાને પૂરી કરવાની સમયસીમા રાખી છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...