લખનઉનું હજ-હાઉસ પણ રંગાયુ કેસરિયા રંગમાં, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

  • Share this:
સચિવાલયને કેસરિયા રંગમાં રંગ્યા બાદ લખનઉ સ્થિત હજ હાઉસની બહારની દિવાલો પર પણ હવે કેસરીયા રંગમાં રંગવામાં આવી છે. હજ હાઉસની બહારની દિવાલો પર લીલા અને સફેદ રંગની જગ્યાએ કેસરી રંગ રંગી દેવામાં આવ્યો છે.

સરકારના આ પગલાનો વિપક્ષી દળો અને મુસ્લિમ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. રાજનૈતિક પાર્ટીઓનો આરોપ છે કે સરકાર જાણી જોઈને આવુ કરીને ધર્મભાવના ભડકાવી રહી છે.

જો કે પોતાની સરકારનો બચાવ કરતા હજ મંત્રી મોહસિન રજા કહે છે કે, 'આવા મામલાઓને હવા આપવાની કોઈ જરૂર નથી. કેસરિયો રંગ ઉર્જાનું પ્રતિક છે પરંતુ આ કોઈ ભૂખ્યાને રોટલી નથી આપી સકતો કે બેરોજગારને રોજગારી નથી આપી શકતા તો આવી આસ્થાનો કોઈ અર્થ નથી. સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે રંગોની રમત રમી રહ્યાં છે. હજી સુધી આશ્રમ કેસરિયા રંગમાં દેખાતા હતા ઓફિસની બિલ્ડીંગો નહી. અધિકારીઓ પણ ચાપલૂસીમાં લાગ્યા છે.'મોહસિન રજાના નિવેદન પર સાજને કહ્યું કે, તે માત્ર ચાપલૂસી કરી રહ્યાં છે. તેમને પોતાની ખુરશી બચાવવી છે એટલે આવી વાતો કરે છે. જો વિપક્ષ પાસે મુદ્દા ન હોય તો સરકાર પાસે કયો મુદ્દો છે. આ વિકાસ થઈ રહ્યો છે? નોંધનીય છે કે આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી કેસરિયા રંગને ઘણું મહત્વ આપી રહ્યાં છે. તેમણે સરકારી કાર્યલયને પણ કેસરિયા રંગથી રંગી દીધા અને સરકારી પોસ્ટરોમાં પણ ભગવા રંગનો પ્રયોગ થવા લાગ્યો છે.
First published: