જમ્મુ-કશ્મીર: શોપિયામાં સર્ચ ઓપરેશન દરમિયાન 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તો આ ઘટનામાં એક જવાન ઘાયલ થયો છે. મળતી માહિતી અનુસાર શોપિયાંમાં સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
કશ્મીર પોલીસ મુન્નીર ખાને ન્યૂઝ એજન્સીઓને જણાવ્યું છે કે, '2 આતંકવાદીઓની લાશ મળી છે, પરંતુ એક આતંકવાદી જીવીત છે અને 1 આતંકવાદી છુપાયેલો છે. ઓપરેશનના થોડા સમય બાદ જ સુરક્ષાદળ દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.