Home /News /india /

જમ્મુ-કાશ્મીરનાં હંદવાડા સેક્ટરમાં અથડામણમાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં હંદવાડા સેક્ટરમાં અથડામણમાં બે આતંકી ઠાર

પ્રતિકાત્મક તસવીર

ભારતીય જવાનોએ આખા વિસ્તારને પોતાના કબજામાં લઇ લીધો હતો અને હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરનાં કુપવાડાનાં હંદવાડા સેક્ટરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં બે આતંકીઓનાં ઠાર થવાના સમાચાર છે. ભારતીય જવાનોએ સવારે જ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. જાણવા મળ્યું હતું કે ઘરમાં બેથી ત્રણ આતંકી છુપાયેલા હતાં. ભારતીય જવાનોએ આખા વિસ્તારને પોતાના કબજામાં લઇ લીધો હતો અને હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

    સુરક્ષાદળોને ગુપ્તચર એજન્સીઓ પાસેથી જાણકારી મળી હતી કે કુપવાડાનાં હંદવાડા સેક્ટરમાં કેટલાક આતંકી છુપાયેલા છે. જાણકારીનાં આધારે સુરક્ષાદળોએ હંદવાશા સેક્ટરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સુરક્ષાદળોને આવતા જોઇને ફાયરીંગ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે બે આતંકી ઠાર થઇ ગયા છે. સુરક્ષાદળોની જાણકારી પ્રમાણે હજી ત્યાં વધારે આતંકી છુપાયેલા હોય શકે છે.

    બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન પાકિસ્તાને સ્વીકાર કર્યું કે મસૂદ અઝહર ત્યાં જ છે. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે, 'જેટલી મારી જાણકારી છે તે ઘણો બીમાર છે. તે એટલો બીમાર છે કે તે ઘરની બહાર પણ જઇ નથી શકતો. તેમણે તે પણ કહ્યું કે પરિસ્થિતિ ઘણી ગંભીર છે કારણ કે ભારતે અમારા એર સ્પેસનું ઉલ્લંઘન કર્યું અને અમારા દેશમાં બોમ્બ ફેંક્યા'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Jammu Kashmir, આતંકી, આતંકી હુમલો, પાકિસ્તાન, પુલવામા

    આગામી સમાચાર