પટનામાં પકડાયા બે સંદિગ્ધ બાંગ્લાદેશી, મળ્યા પુલવામાં હુમલા સાથે જોડાયેલ કાગળો

પ્રતિકાત્મક ચિત્ર

બિહાર પોલીસની એટીએસ ટીમને મોટી સફળતા મળી છે

 • Share this:
  બિહાર પોલીસની એટીએસ ટીમને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે પટનાથી બે બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. પોલીસને બંને પાસેથી ઘણા સંદિગ્ધ દસ્તાવેજો મળ્યા છે. પકડાયેલા બંને વ્યક્તિ બાંગ્લાદેશના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમીયત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને ઇસ્લામિક સ્ટેટ બાંગ્લાદેશના સક્રિય સભ્ય છે.

  જાણકારી પ્રમાણે પોલીસે બંને પાસેથી જમ્મુના પુલવામાં આતંકવાદી હુમલા પછી જમ્મુમાં રહેલા સુરક્ષાબળો સાથે જોડાયેલ કાગળો પણ મળ્યા છે. બંને પાસેથી પોલીસની ટીમને અર્ધસૈનિક દળોની પ્રતિનિયુક્તી સંબંધી રિપોર્ટની કોપી પણ મળી છે.

  આ પણ વાંચો - એરફોર્સના વડાએ કહ્યું,'રાફેલ આવશે તો પાકિસ્તાન LoCની આજુબાજુ પણ નહીં ફરકે  પોલીસની આ કાર્યવાહીમાં બંને પાસેથી ISIS અને અન્ય આતંકવાગી સંગઠનોના પોસ્ટર, આતંકવાદી સંગઠનોના પેમ્પલેટ પણ જપ્તા કર્યા છે. જે સમયે બંનેની ધરપકડ થઈ તે સમયે તેમની પાસેથી બે નકલી ભારતીય મતદાતા ઓળખપત્ર અને રેલ ટિકીટ પણ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલાના નામ ખૈરુલ મંડલ અને અબુ સુલ્તાન બતાવવામાં આવી રહ્યા છે. પોલીસ બંનેની ગુપ્ત સ્થાને લઈ જઈને પુછપરછ કરી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: