Home /News /india /

ખોટા ટર્નથી મોદીનો કાફલો ટ્રાફિકમાં ફસાયો, નોઇડા પોલીસના બે જવાન સસ્પેન્ડ

ખોટા ટર્નથી મોદીનો કાફલો ટ્રાફિકમાં ફસાયો, નોઇડા પોલીસના બે જવાન સસ્પેન્ડ

(ફાઇલ તસવીર)

મોદીનો કાફલો પસાર થયા પહેલા અનેક વખત આ રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હીઃ નોઇડામાં પીએમ મોદીના કારના કાફલાને ખોટું ડિરેક્શન આપવા બદલ બે પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોદી ક્રિસમસના દિવસે બોટાનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન ખાતે નવી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેની કારનો કાફલો ખોટા રસ્તે વળી ગયો હતો. સુરક્ષામાં બેદરકારીના આ કેસમાં બે પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એસએસપી ઓફિસના પીઆરઓ મનિષ સેક્સેનાના જણાવ્યા પ્રમાણે, સસ્પેન્ડ કરવામાં આવેલા બંને પોલીસમેન પીઓમના કાફલાની આગેવાની કરી રહ્યા હતા. મહામાયા ફ્લાયઓવર પાસે બંને પોલીસમેને ખોટો ટર્ન લેતા પીએમનો કાફલો બે મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાયો હતો. તાત્કાલિક ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને રૂટ ક્લિયર કર્યો હતો.

સિનિયર આઈપીએસ ઓફિસર નીતીન તિવારી એ વખતે ટ્રાફિક પ્લાનના ઇન્ચાર્જ હતા. મોદીનો કાફલો પસાર થયા પહેલા અનેક વખત આ રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. મોદીની સુરક્ષામાં છીંડા સામે આવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે આ અંગે ખુલાસો માંગ્યો હતો અને કસુરવાર સામે પગલાં લેવાના આદેશ કર્યા હતા.
First published:

Tags: Yogi adityanath

આગામી સમાચાર