સિંગાપુરઃ દિવાળીના દિવસે પ્રતિબંધિત ફટાકડા ફોડવા બદલ સિંગાપોરમાં બે ભારતીય મૂળના લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિંગાપુરના 'લિટલ ઇન્ડિયા' વિસ્તારમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંનેને આ બદલ બે વર્ષની જેલની સજા અને બે હજારથી દસ હજાર સિંગાપુર ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સિંગાપુરમાં તંત્રની મંજૂરી વગર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
થિંગુ સેલ્વારજૂ (29 વર્ષ)ની ખતરનાક ફટાકડા ફોડવા બદલ તેમજ સીવા કુમાર સુબ્રમણિયમ (48)ની થિંગુની મદદ કરવાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે.
કોર્ટ દસ્તાવેજ પ્રમાણે સીવા કુમારે દિવાળીના દિવસે રાત્રે રસ્તા પર ફટાકડાનું બોક્સ મૂક્યું હતું. થિંગુએ આ બોક્સમાં દિવાસળી ચાંપી હતી. જોકે, કોર્ટના દસ્તાવેજમાં એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે બંનેએ ફટાકડા કેવી રીતે મેળવ્યા હતા. બંનેની મંગળવારે ધરપકડ કરી દેવામાં આવી હતી.
આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફેસબુક ગ્રુપ એસવી રોડ વિજિલન્ટે મંગળવારે આ વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, "રેસકોર્ષ રોડ પર ગેરકાયદે ફટાકડા ફોડવમાં આવ્યા હતા. આ જગ્યાએ સિંગાપુર પોલીસ દોડી આવી હતી." આ પોસ્ટના અંતમાં તમામ લોકોને દિવાળીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જે રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા તે "લિટલ ઇન્ડિયા" તરીકે પ્રસિદ્ધ વિસ્તારની બાજુમાં આવેલો છે. જાહેર રજાઓ અને અઠવાડિયાના અંતે અહીં ભારતીય મૂળના લોકો એકઠા થાય છે. કોર્ટે બંનેને રિમાન્ડ પર મોકલી આપ્યા છે તેમજ બંનેને 14મી નવેમ્બરે ફરીથી કોર્ટમાં રજુ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર