જમ્મુ કાશ્મીરમાંથી હિઝબુલના બે આતંકવાદી ઝડપાયા, એક DSPની પણ ધરપકડ

તેણે કહ્યું કે કે એક દિવસ પણ તેવો નહીં જાય જ્યારે તેમની જીવન અમે નરક ન બનાવ્યું હોય. જો કે આ સંદેશમાં કોઇ ખાસ ટારગેટ વિષે જણાવવામાં નથી આવ્યું. જો કે તેણે ISISની પહોંચવાળા દેશો ઇરાક, સીરિયા અને અફ્રિકાનું નામ લીધુ છે. જો કે 2019ની તુલનામાં ISISની પકડ ઇરાક અને સીરિયામાં ખૂબ જ ઓછી થઇ છે. ડિસેમ્બર 2017માં એક તરફ ઇરાકમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં જ ગત વર્ષ માર્ચમાં સીરિયામાં પણ તેની પકડ નબળી પડવાની શરૂઆત થઇ હતી.

સુરક્ષાબળોએ જે હિઝબુલ કમાન્ડરને પકડ્યો છે તે પોલીસ કોન્સ્ટેબલ હતો અને થોડાક વર્ષો પહેલા તે ચાર AK-47 રાઇફલ લઈને ભાગી ગયો હતો

 • Share this:
  શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir) સ્થિત કુલગામમાંથી બે આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. મળેલી જાણકારી પ્રમાણે બંને આતંકી હિઝબુલ મુજાહીદ્દીન સાથે જોડાયેલા છે. બતાવવામાં આવી રહ્યું છે કે બંને આતંકી એક વીડિયોમાં જોવા મળ્યા હતા જેમાં તે સફરજનના વેપારીઓને ધમકાવી રહ્યા હતા. CNN NEWS18ના સંવાદદાતા મુફ્તી સલાહે કહ્યું છે કે આ આતંકી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દા પર ભડકાવી રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પોલીસ જવાનોએ આ ધરપકડ કરી હોવાનું કહેવાય છે.

  પકડાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનનો કમાન્ડર નવીદ પણ સામેલ છે. આતંકીઓ સાથે એક પોલીસ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પોલીસ અધિકારીના ઘરે સુરક્ષાબળોએ છાપેમારી કરી હતી. આ પોલીસ અધિકારી ડીએસપી રેન્કના બતાવવામાં આવે છે.

  ચાર AK-47 લઈને ભાગ્યો હતો નવીદ
  સુરક્ષાબળોએ જે હિઝબુલ કમાન્ડરને પકડ્યો છે તે પોલીસ કોન્સ્ટેબલ હતો અને થોડાક વર્ષો પહેલા તે ચાર AK-47 રાઇફલ લઈને ભાગી ગયો હતો. આ પછી તે આતંકી સંગઠન હિઝબુલ સાથે જોડાયો હતો. આ બંને સિવાય અન્ય એક આતંકીની પણ ધરપકડ કરી છે. જેનો સંબંધ જમ્મુ કાશ્મીરના શોપિયાથી છે.

  બતાવવામાં આવી રહ્યું છે કે જે ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે તેના તાર આતંકીઓ સાથે જાડાયેલા છે. આ ત્રણેયની એક ગાડીમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ત્રણેય સાથે જઈ રહ્યા હતા. ડીએસપીના શ્રીનગર સ્થિત ઘર પર કરવામાં આવેલી છાપેમારીમાં AK-47 રાઇફલ અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.

  તમને જણાવી દઈએ કે એક ડીએસપી રેન્કનો કોઇ અધિકારી આતંકીઓ સાથે પકડાયો હોય હોય તેવું હાલના સમયમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: