Home /News /india /

ઇન્ડિયન એરફોર્સને મળી 2 મહિલા ફાઈટર પાયલટ

ઇન્ડિયન એરફોર્સને મળી 2 મહિલા ફાઈટર પાયલટ

ભારતીય વાયુસેનામાં મહિલા ફાઈટર પાયલટની સંખ્યા વધીને 5 થઈ

ભારતીય વાયુસેનામાં મહિલા ફાઈટર પાયલટની સંખ્યા વધીને 5 થઈ

ભારતીય વાયુસેનામાં મહિલા ફાઈટર પાયલટની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. હૈદરાબાદના ડુંડીગલ એરબેઝ દ્વારા આયોજીત પાસિંગ આઉટ પરેડમાં 105 કૈડેટ્સની પસંદગી કરવામાં આવી. જેમાં 15 મહિલાઓ સામેલ છે. 15 મહિલાઓમાંથી 2 મહિલા ફાઈટર પાયલટ બની ગઈ છે. જેમાં એક ઉત્તરપ્રદેશની છે જ્યારે બીજી મહિલા રાજસ્થાનની છે.

હૈદરાબાદમાં એરફોર્સ બેઝ પર ગર્વથી છાતી વિશાળ કરી ફરી રહેલા બનારસના કુમારેશ્વર સિંહને અનુભૂતિ થઈ ગઈ છે કે તે ક્યાંકને ક્યાક તેઓ ખોટા હતા. પિતા હોવાથી તેને ચિંતા હતી કે તેની દિકરી એરફોર્સની ટફ લાઈફનો સામનો નહી કરી શકે. પરંતુ તેમની માતાને ક્યાંકને ક્યાક વિશ્વાસ હતો કે તેમની દિકરી કોઈથી ઓછી નથી. માના વિશ્વાસને શિવાંગીએ સાચો કરી બતાવ્યો અને શીવાંગી ફાયટર પાયલટ બની ગઈ.

બનારસની આ દિકરી હવે આકાશની ઉંચાઈ સુધી પહોંચવા માટે સક્ષમ છે. અન્ય સામાન્ય છોકરીઓની જેમ શિવાંગી જ્યારે કોલેજ પહોંચી ત્યારે તેમણે લાગ્યું કે તેને એરફોર્સમાં જવું જોઈએ. જેથી તે પહેલા પરિક્ષામાં પાસ થઈ અને પછી તેણીએ ટ્રેનિંગ શરૂ કરી ફાઈટર પાયલટ માટે સિલેક્ટ થઈ ગઈ.

શિવાંગી સિવાય પ્રતિભા પણ ફાઈટર પાયલટ બની છે. પ્રતિભાના પિતા છોટુરામ રાજસ્થાન પોલીસમાંથી રિટાયર થઈ ગયા છે. છોટુરામને જ્યારે પ્રતિભાએ કહ્યું કે તે એરફોર્સમાં જવા માગે છે, તો છોટુરામે તરત જ હા પાડી દીધી. પ્રતિભાની માતા ઉર્મિલા દેવી શિક્ષક છે અને તેમણે ક્યારે દિકરા-દિકરીમાં અંતર નથી કર્યુ. બસ એના આ જ ઉછેરના કારણએ એરફોર્સની ટ્રેનિંગમાં સફળ થઈ પ્રતિભા ફાઈટર પાયલટ બની ગઈ છે.
First published:

Tags: ભારતીય વાયુસેના

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन