Home /News /india /

મુંબઈ આગઃ USથી રજા માણવા આવેલા બે સગા ભાઈઓનાં મોત

મુંબઈ આગઃ USથી રજા માણવા આવેલા બે સગા ભાઈઓનાં મોત

તસવીરમાં (ડાબે) ધૈર્ય અને (જમણે) વિશ્વ. વચ્ચે તેમના પિતા અને માતા

26 વર્ષના ધૈર્ય અને 23 વર્ષના વિશ્વની ડેડબોડી વોશરૂમ નજીકથી મળી આવી છે. આ વોશરૂમમાં કોઈ બારી કે બહાર નીકળવાની બીજી કોઈ વ્યવસ્થા ન હતી.

મુંબઈઃ યુએસના કમલા મિલ્સ કમ્પાઉન્ડ ખાતે અરેરાટી ઉપજાવે તેવી દુર્ઘટના ગુરુવારે રાત્રે ઘટી હતી. અહીં એક રેસ્ટોરાંમાં લાગેલી આગમાં 14 લોકોનાં મોત થયા. આ 14 મૃતકોમાં મોટા ભાગની મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. ધૈર્ય અને વિશ્વ નામના બે ભાઈઓનાં રેસ્ટોરાંમાં લાગેલી આગ અને બાદમાં થયેલા ધૂમાડામાં ગૂંગળામણમાં મોત થઈ ગયા હતા. બંને અમેરિકાથી રજા માણવા માટે ભારત આવ્યા હતા.

26 વર્ષના ધૈર્ય અને 23 વર્ષના વિશ્વની ડેડબોડી વોશરૂમ નજીકથી મળી આવી છે. આ વોશરૂમમાં કોઈ બારી કે બહાર નીકળવાની બીજી કોઈ વ્યવસ્થા ન હતી. બંને ભાઈઓના પિતા જયંત લાલાણી આ ન્યૂઝ સાંભળતા જ ભાંગી પડ્યા હતા.

બંને ભાઈઓ અમેરિકા રહેતા હતા. બંને બે અઠવાડિયાની રજા માટે મુંબઈ પરત આવ્યા હતા. પરિવારના લગ્ન પ્રસંગોમાં હાજરી આપ્યા બાદ બંને ગુરુવારે રાત્રે '1 Above' રેસ્ટોરામાં યોજાયેલી પાર્ટીમાં ગયા હતા. આ પાર્ટીમાં તેમના આન્ટી પણ તેમની સાથે હતા. રાત્રે રેસ્ટોરાંમાં આગ લાગ્યા બાદ બંને ભાઈઓ ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતાં, પરંતુ જ્યારે તેમને માલુમ પડ્યું કે આન્ટી ઉપર જ રહી ગયા છે ત્યારે બંને તેમની ભાળ મેળવવા માટે ફરી ઉપર ગયા હતા.

બંને પરત ફર્યા ત્યારે તેના આન્ટી અન્ય મિત્રો સાથે વોશરૂમ ખાતે હતા. તમામે હિંમત કરીને ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલાક બાદ ત્રણેયના મૃતદેહ મળ્યા હતાં.

ધૈર્ય છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં રહેતો હતો, તેણે હાલમાં જ નોકરી છોડી હતી. બંને ભાઈઓ મિશિગન ખાતે રહેતા હતા. આ દુર્ઘટનામાં મુંબઈ કોર્પોરેશનના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
First published:

Tags: Mumbai fire, US

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन