યૂપીમાં અપના દલે બીજેપી સામે મોરચો ખોલ્યો, કહ્યું- નથી મળતું યોગ્ય સન્માન

યૂપીમાં અપના દલે બીજેપી સામે મોરચો ખોલ્યો, કહ્યું - નથી મળતું યોગ્ય સન્માન

અપના દલના આશિષ પટેલે કહ્યું હતું કે રાજ્ય બીજેપી નેતૃત્વ અમને સન્માન આપી રહ્યું નથી જેનો અમે હકદાર છીએ

 • Share this:
  હાલમાં જ પુરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પરાજય પછી એનડીએના સાથીઓને  બોલવાની તક આપી છે. પહેલા બિહારમાં રામવિલાસ પાસવાને બીજેપી સામે મોરચો ખોલ્યો હતો. આ પછી હવે ઉત્તર પ્રદેશમાં અપના દલે વિરુદ્ધના સ્વર તેજ કરી દીધા છે. એનડીએના સીટ શેરિંગ પર અપના દલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

  અપના દલના આશિષ પટેલે કહ્યું હતું કે રાજ્ય બીજેપી નેતૃત્વ અમને સન્માન આપી રહ્યું નથી જેનો અમે હકદાર છીએ. તેમને હાલમાં મળેલા પરાજયથી કશું શીખવું જોઈએ. સપ-બસપાનું ગઠબંધન અમારા માટે એક પકડાર છે. યૂપીમાં સહયોગી પરેશાન છે. કેન્દ્રમાં નેતૃત્વએ કશુંક કરવું પડશે નહીંતર એનડીએને યૂપીમાં નુકસાન થશે.

  આશિષ પટેલે કહ્યું હતું કે પ્રદેશ સરકારે અપના દલના કાર્યકર્તાઓને અલગ-અલગ આયોગોમાં ખાલી પદો પર નિમણુક કરી નથી. આ સિવાય પ્રદેશમાં બીજેપીની સરકાર બન્યા પછી સતત કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીને વારાણસીમાં યોજાનાર પીએમ મોદીના કાર્યક્રમોમાં બોલાવવામાં આવતા નથી. જેનાથી કાર્યકર્તાઓમાં રોષ છે.

  આ પણ વાંચો - ...જ્યારે અટલજીએ રાજનાથ સિંહને કહ્યું: કેવા ઠાકુર છે? જે નોનવેજ નથી ખાતા

  આ પહેલા બિહારમાં એનડીએના ઘટક દળ એલજેપીએ બીજેપી સામે મોરચો ખોલ્યો હતો. આ પછી એલજેપીને 6 લોકસભા સીટ અને એક રાજ્યસભાની સીટ આપીને બધુ થાળે પાડ્યું હતું. સમજુતી પછી બિહારમાં બીજેપી 17, જેડીયુ 17 અને એલજેપી 6 સીટો પર ચૂંટણી લડશે.
  Published by:Ashish Goyal
  First published: